મારવાડ પંથકમાં મહિલાઓ કુંવારા યુવકોને મારે છે શેરડી

0
255

પ્રખ્યાત ધીંગા ગવારના મેળાની લોકો જુએ છે આતુરતાથી રાહ

મારવાડના લોકો આખું વર્ષ ધીંગા ગવારના મેળાની આતુરતાથી રાહ જુએ છે. આ મેળો પણ મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ છે. આ મેળાની ખાસિયતએ છેકે મહિલાઓએ પુરુષને જુએ એટલે તરતજ તેને શેરડીની લાકડી મારવાનું શરુ કરે છે. આ અનોખું ઉદાહરણ મારવાડમાં જોવા મળે છે. આ મેળામાં જોધપુરમાં રાત્રે 10:00 કલાકે મહિલાઓ અલગ-અલગ વેશમાં રસ્તા પર ઉતરી આવે છે . કોઈ ડૉક્ટર, કોઈ સૈનિક, કોઈ પોલીસ, કોઈ જાટ જટની બંને છે અને રસ્તામાં જે પણ યુવક મળે છે, તેને શેરડીથી મારતી હોય છે . અને તે યુવકો પણ શેરડીનો માર લીધા પછી પછી ખૂબ ખુશ હોય છે . ખાસ કરીને એ યુવાનો કે જેમના લગ્ન નથી થયા તેઓ શેરડીની લાકડીનો માર ખાવા માટે દૂર દૂરથી અહીં આવે છે. શેરડીનો  ખાધા પછી તેઓ માને છે કે હવે તેઓ જલ્દી લગ્ન કરશે.