પ્રજા પર એક બાદ એક મોંઘવારીનો માર
30-50 ટકા સુધી ભાવવધારો નોંધાયો
ગૃહિણીઓ પર એક બાદ એક મોંઘવારીના ઝટકાથી અસરગ્રસ્ત છે ત્યારે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે મરચાના ભાવમાં 200 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાયો છે આ સાથે જ મરચાના ભાવ એક હજાર રૂપિયા સુધી પહોંચ્યા છે તો રેશમપટ્ટી મરચાના ભાવમાં પણ વધારો થયો છે,,,, સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. આમ પાકમાં નુકસાની ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતાં મરચાનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે.