HomeBreaking Newsભારતમાં વિદ્યાર્થીઓના આપધાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે : ડૉ. મનિષ દોશી

ભારતમાં વિદ્યાર્થીઓના આપધાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે : ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ આપી માહિતી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની પ્રિમિયર ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશમાં રોજ ૩૫ વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે ૧-૨ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવે છેઃ દેશની શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક છે ડૉ. મનિષ દોશીએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૨ વિદ્યાર્થીઓ આપઘાત એટલે કે દરરોજ ૧-૨ વિદ્યાર્થી આપઘાત કરીને જીવન ટુંકાવે છે. ત્યારે વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments