બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર

0
75
Big news regarding Balasore train accident
Big news regarding Balasore train accident

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સોરો સેક્શન સિગ્નલના જુનિયર એન્જિનિયર (જેઈ)ના ઘરને સીલ કરી દીધું છે, જ્યાં તે ભાડેથી તેના પરિવાર સાથે રહેતો હતો. બહાનાગા રેલ્વે સ્ટેશન (બાલાસોર) પર અકસ્માત બાદ સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારથી તે તેના પરિવાર સાથે ગુમ છે.બાલાસોર અકસ્માતમાં 292 લોકોના મોત થયા છે. 2 જૂને થયેલા અકસ્માત બાદ રેલવે દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સાથે છેડછાડની શંકા વ્યકત કરવામાં આવી હતી

સીબીઆઈની ટીમ 16 જૂને બાલાસોરથી નીકળી ગઈ હતી પરંતુ સોમવારે અચાનક પરત ફરી અને સિગ્નલ જેઈના ઘરને સીલ કરી દીધું. અકસ્માત બાદ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા હતી. આ પછી તપાસ એજન્સી આ કેસમાં સામેલ થઈ ગઈ હતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે ભુવનેશ્વર પહોંચી ગયા છે. ભુવનેશ્વરમાં, વૈષ્ણવ પુરી જશે, જ્યાં તે સાંજે પુરી રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરશે અને વિશ્વ વિખ્યાત રથયાત્રાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

વૈષ્ણવ મંગળવારે સવારે રથયાત્રા સ્થળની પણ મુલાકાત લેશે.

બાદમાં, તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા બહનગા બજારની મુલાકાત લેશે, જ્યાં 2 જૂનની સાંજે ટ્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો. તેઓ બાલાસોર જિલ્લા હોસ્પિટલની પણ મુલાકાત લેશે અને હોસ્પિટલ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મળશે. આ સિવાય તેઓ બાલાસોર રેલ્વે સ્ટેશનના વિકાસનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ