પેપર લિક કાંડના આરોપીઓને નવા કાયદા હેઠળ નહી મળે સજા-એટીએસ

    0
    484

    જુનિયર ક્લાર્ક પેપર લીક મામલમાં પકડાયેલા પરિક્ષાર્થિઓને પરિક્ષામાં ચોરીના નવા કાયદા પ્રમાણે સજા નહી મળે, આ વાતનો ખુલાસો સ્વય એટીએસના અધિકારીએ મિડીયાન સામે કર્યોછે,  એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ જણાવ્યુ છે 29 જાન્યુઆરી જુનિયર ક્લાર્કનો પેપર લીક થયો હતો પરિણામે પરિક્ષા લેવાય તે પહેલાજ તેને રદ્દ કરી દેવામા આવી હતી, અને વડોદરાથી તે સમય દરમિયાન આરોપીને પકડવામાં આવ્યા હતા, તપાસ કરતા ખબર પડી કે આનો કનેક્શન યુપી, બિહાર ઓડિસાના અનેક શકમંદો તેમાં સામેલ છે પ્રથમ તબક્કામાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ હતી, તે પછી તેમની પાસેથી બાહેધરી પત્રો ચેક  વિગેર મળ્યા હતા, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દહોદ,મહિસાગર છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જેવા  જિલ્લાઓમાંથી પરિક્ષાર્થિઓને પકડવામા આવ્યા,જેમાં મહિલાઓ અને પુરુષો મળીને 30ની સંખ્યા થાય છે,  તમને જણાવી દઇએ કે  ગુજરાતમાં પેપર લીક માટે જે કાયદો આવ્યો છે તેના પહેલા આ ગુનો બન્યા હોવાથી તમામ આરોપીઓ માટે રાહતની વાત છે, કારણ કે નવા કાયદા પ્રમાણે 10 વરસની સજાની જોગવાઇ છે