પંજાબ વિધાનસભા સત્રમાં માન સરકાર અને વિપક્ષ વચ્ચે હંગામો

0
150

પંજાબ વિધાનસભા સત્રમાં ભારે હંગામો જોવા મળ્યો. ભગવંત માન સરકારે વિશેષ સત્ર ત્ર બીલને પાસ કરવા માટે બોલાવ્યું હતું જેમાં વિપક્ષ દ્વારા હંગામાની કેબિનેટ મંત્રી અનમોલ ગગન દ્વારા વખોડવામાં આવ્યું તેમને કહ્યું કે વિપક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને બોલા શબ્દ થી સંબોધવામાં આવ્યા તે યોગ્ય નથી. વિપક્ષે તેમની નકારાત્મક ભાષા સુધારવી જોઈએ અને સદનમાં આ પ્રકરના શબ્દો ન વાપરવા જોઈએ . તેમને કહ્યું કે વિપક્ષ ઘણા લાંબા સમયથી રાજકારણમાં છે અને આ પ્રકારે નકારાત્મક વલણ દ્વારા વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે . વિપક્ષના નેતાઓએ વિધાનસભા સત્રમાં બોલવાનો જે સમય આપ્યો હતો તે સમય દરમિયાન પોતાના વિચારોને આરામથી વ્યક્ત કરી શકે પરંતુ વિપક્ષને ફક્ત હંગામો કરીને સત્ર ખોરવવાનો પ્રયત્ન કરવામાં રસ છે. વિધાનસભાના અધ્યક્ષને આરીતે સંબોધન કરવું તે યોગ્ય નથી. તે એક બંધારણીય પદ પર બિરાજમાન વ્યક્તિ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જો બાબા નાયક દયા કરશે તો પંજાબમાં બધુજ શક્ય છે. મંત્રીએ કહ્યું કે તેઓ નથી જાણતા કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું. તેમણે કહ્યું કે વિપક્ષ આ પ્રકારે વર્તન કરે તે બિલકુલ સારું ન કહેવાય . વિપક્ષના નેતા મોટા છે અને ખુબ બુદ્ધિશાળી પણ છે. તો આટલો મોટો હંગામો કેમ કરી રહ્યા છે તે સમજાતું નથી. પંજાબ વિધાનસભાનું બે દિવસીય સત્ર શરુ થયું છે જેમાં પેપરલેસ કામગીરી શરુ નકારવામાં આવી છે તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે જેના પરથી તેઓ પોતાનું કામ કરશે. આ દરમિયાન પ્રતાપ સિંહ બાજવાએ સવાલ કર્યો કે તેઓ નથી જાણતાકે આ સત્ર માન્ય છે કે અમાન્ય .. કારણકે આ સત્ર માન સરકારે સંવિધાન પ્રમાણે જ આ સત્ર બોલાવ્યું છે.

માન સરકારના મંત્રીના જવાબમાં વિપક્ષના નેતાએ કહ્યું કે આ સત્ર ગેરકાયદેસર છે અને રાજ્યપાલ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. આ અગાઉના સત્ર પણ ગેરબંધારણીય હતા તે પણ મંજુરી આપવામાં આવી ન હતી . આ અંગે નાણા મંત્રીએ જણાવ્યું કે જયારે કોંગ્રેસના સમયમાં SYL એટલેકે સતલજ યમુના link કેનાલનો મુદ્દો આવ્યો ત્યારે બધા જાણે છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકોને બરબાદ કાર્ય છે અને અકાલી દળે પંજાબની તિજોરીને બરબાદ કરવામાં બાકી નથી રાખ્યું .