એસએસસીનું પરિણામ 25 મે ના રોજ વહેલી સવારે જાહેર થઈ ગયું છે.ધોરણ 10 નું કુલ પરિણામ 64.62 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા છે જ્યાં પરિણામ 95.92 ટકા આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી છે જેનું પરિણામ 11.94 ટકા આવ્યું છે.
આ સાથે જ સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ છે. સુરતનું પરિણામ 76.45 ટકા છે. સતત બીજી વખત સુરત જિલ્લાનું પરિણામ વધુ છે. આ વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે દાહોદ જેનું પરિણામ 4૦.75 ટકા આવ્યું છે
૨૭૨ શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. તો 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા છે. તો આ વર્ષે ગેરરીતિના 30 કેસ સામે આવ્યા છે અને સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે ૬૮૧ લોકો ગેરરીતિ કરતા પકડાયા છે તેમના પરિણામ અનામત રખાયા છે,
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો