થાયરોઇડ એક સામાન્ય રોગ બની ગયો છે તે પુરુષો કરતા મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે આમાં મુખ્યત્વે કેટલાક લોકોનું વજન ઝડપથી વધે છે .જયારે કેટલાક લોકો એકજ વારમાં કેટલાય કિલો વજન ઉતરી પણ જાય છે થાઇરોઈડથી બચવા માટે મોટા ભાગે લોકો તેની ગોળી લે છે પરંતુ શું તમે જાણો છો કે રોજીંદા જીવનમાં લેવામાં આવતો આહાર અને દિનચર્યામાં ફેરફાર કરીને થાઈરોઈડથી બચી શકાય છે. નિયમિત ઊંઘ અને આહારમાં યોગ્ય ખોરાકનો સમાવેશ કરીને થાઈરોઈડને દવા વગર નિયંત્રણ કરી શકાય છે તો ચાલો જાણીએ એવા કયા સુપરફૂડ ખાવાથી થાઈરોઈડ કંટ્રોલ કરી શકાય છે અને તેનાથી બચી શકાય છે .
૧.આમળા – આમળામાં નારંગી કરતાં આઠ ગણું અને દાડમ કરતાં લગભગ 17 ગણું વધુ વિટામિન સી હોય છે. આ ખાટા ફળ વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો વાળને સફેદ થતા અટકાવે છે અને લોહીના પ્રવાહમાં પણ વધારો કરે છે. તે લોહીને ફિલ્ટર કરે છે અને હોર્મોન્સને જાળવી રાખે છે.
મગની દાળ અને જાબું – મગની દાળ અને કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવા ઉપરાંત મિનરલ્સ અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેથી, તેમને ડાયજેસ્ટ કરવું ખૂબ જ સરળ છે. તેમના નિયમિત સેવનથી શરીરને નવજીવન તો મળે જ છે સાથે સાથે હોર્મોન્સ પણ સ્વસ્થ રહે છે.
થાઈરોઈડ : નારિયેળ તેલથી થતા ફાયદા
નારિયેળ – થાઇરોઇડના દર્દીઓ માટે નારિયેળ શ્રેષ્ઠ છે. મેટાબોલિઝમ વધારવાની સાથે તે શરીરને ઠંડુ રાખે છે. કાચું નારિયેળ કે નારિયેળ તેલ બંને ફાયદાકારક છે. થાઇરોઇડ અને તેના દર્દીઓથી બચવા માટે તેમણે પોતાના આહારમાં નારિયેળનો સમાવેશ કરવો જ જોઈએ.
કોળાના બીજ – કોળાના બીજ ડઝનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ થાઇરોઇડ હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.
બ્રાઝિલિયન સોપારી – બ્રાઝિલિયન સોપારી એ બદામનો એક ભાગ છે. તેમાં રહેલા પોષક તત્વો થાઇરોઇડ માટે જીવનરક્ષક તરીકે કામ કરે છે. તેમાં મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્યને સારું રાખે છે. થાઇરોઇડ હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
તમે આ પણ વાંચી શકો છો
Winter Health Tips : શિયાળામાં આ ૫ ફૂડનું સેવન કરવાથી હૃદય રોગમાં થશે ફાયદા
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો