હિંદુ ધર્મમાં માથે તિલક કેમ કરવામાં આવે છે ? જાણો તેના પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

    0
    180
    તિલક
    તિલક

    ભગવાન  શ્રી રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠાના હવે ગણતરીના કલાકો બાકી છે, ભારત આખું રામમય બની ગયું છે, જ્યાં જોવો ત્યાં બસ રામ રામનો જાપ ચાલી રહ્યો છે, ત્યારે આજે અમે તમને હિંદુ ધર્મમાં માથે તિલક કેમ લગાવામાં આવે છે, અને એના પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે તે અંગે જણાવીશું.        

    તિલક

    હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવ્યા વગર પૂજા કરવાથી તે પૂજાને પરિપૂર્ણ માનવામાં આવતી નથી. દરેક પૂજામા ભગવાનને ચંદન તેમજ કંકુથી તિલક કરવામાં આવતું હોય છે અને તે પછી ભક્ત તેના માથા પર લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તિલક કરવાનું મહત્ત્વ શું હોય છે અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે, આવો તેના મહત્ત્વ વિશે જાણીએ. 

    તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે

    તિલક

    હિન્દુ ધર્મ અનુસાર તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે અને મન પણ શાંત થાય છે. એવું કહેવાય છે કે.. ચંદનનું તિલક કરવાથી એકાગ્રતા વધે છે. તો કંકુથી કરવાથી આકર્ષણ વધે છે તેમજ આળસ દૂર થાય છે. 

    અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે

    તિલક

    કેસરનું તિલક કરવાથી યશમાં વધારો થાય છે તેમજ કાર્યો પુરા થાય છે. ગોરોચનનું તિલક કરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

    પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે

    તિલક

    હિન્દુ ધર્મમાં સ્નાન કર્યા વગર તિલક નથી કરવામાં આવતું. તેમજ પહેલા ભગવાનને તિલક કરવામાં આવે છે, અથવા તો ઈષ્ટદેવને તિલક કરવામાં આવે છે તે પછી જ સ્વયંને તિલક કરવામાં આવે છે. પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે. તિલક સામાન્ય રીતે ચોખાના દાણા સાથે લગાવવામાં આવે છે. એવુ એટલા માટે કારણ કે, હિન્દુ ધર્મમાં ચોખાના દાણાને સકારાત્મકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. 

    વિજ્ઞાનીઓના મતે, માથા પર તિલક લગાવતી વખતે તે જગ્યા પર દબાવવાથી શરીરમાં લોહીના પ્રવાહનો સંચાર થાય છે. તેમજ એકાગ્રતા વધે છે કારણ કે શરીરને ઊર્જા આપતાં એક ચક્રમાંથી એક માનવામાં આવે છે.

    તમે આ પણ વાંચી શકો છો  

    Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા બાદ લખનૌથી અયોધ્યા માટે દર 20 મિનિટે બસો ઉપલબ્ધ થશે

    Android ફોન પર VR LIVE GUJARAT ની પર એપ કરો ડાઉનલોડ અને 22 જાન્યુઆરીએ અયોધ્યાથી પ્રભુ શ્રી રામના કરો દર્શન સીધા તમારા મોબાઈલ પર