ડુંગળીએ હવે ખેડૂતોને રડાવ્યા

0
398

દેશમાં ડુંગળીએ હવે ખેડૂતોને રડાવ્યા છે. ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે. પાંચ વર્ષમાં સૌથી ઓછા ભાવ ખેડૂતોને મળ્યા તેથી તેઓ પરેશાન થયા છે.  ડુંગળીના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. હવામાનના સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે