ડીસાઃફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, જીઆઇડીસી વિસ્તારમાં તપાસ

    0
    513

     ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનુ વેચાણ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે. ત્યારે ડીસા શહેર મામલતદાર કચેરી ખાતે  જીઆઈડીસી વિસ્તારમાં તપાસ કરવા માટે એક નાગરીક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે  ડીસા શહેર મામલતદાર એસ.ડી બોડાણા પુરવઠા મામલતદાર ઈશ્વરલાલ પટેલ સહિત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ઇન્સ્પેકટરો દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ઓઈલમીલમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી  જેને લઈને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનુ વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે શહેરી મામલતદારના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકાના ફુડ ઈન્સ્પેકટર પ્રિયંકાબેન ચૌધરી લક્ષ્મીબેન ફોક  દ્વારા ઓઈલમીલમા તપાસ હાથ ધરી સરસિયું તેલ અને સોયાબીનના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જ્યારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત દરોડા પાડતા જીઆઇડીસી વિસ્તારમાં તેલ ધી મરચાંના વેપારીઓ દ્વારા ફેક્ટરી બંધ કરી રવાના થઈ ગયા હતા