સલાડ એ શ્રેષ્ઠ અને પોષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને આપ તમારા ડાયાબિટીસ ના આહારમાં પણ ઉમેરી શકો છો. ડાયાબિટીસ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત મેટાબોલિક ડિસઓર્ડર બની ગયો છે. અલગ અલગ સલાડ એ અન્ય કંટાળાજનક ભોજનમાં સુંદર રંગો, સ્વાદ અને ટેક્સચર લાવે છે, જે તમારા આંખોને જ પ્રથમ તો ગમશે. નિયમિત અને રોજીંદા શાકભાજીમાં પણ સલાડ કંટાળાજનક લાગે છે, ત્યારે અમે ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વાદિષ્ટ, ચટપટી અને ટેસ્ટી વેજ સલાડની રેસિપિ બતાવીશું, જે ખુબ જ સરળ છે. દરેક સલાડમાં વધુમાં વધુ રસપ્રદ ઘટક છે જે તેમને વધુ આકર્ષક બનાવશે –
- ડાયાબિટીસ દર્દીઓ માટે સલાડ એ આહારનો સામાન્ય ભાગ છે
- ડાયેટિંગ કરતા લોકો પણ આ વેજ સલાડનો આનંદ માણી શકે છે
1. રાજમા ચણા સલાડ :
દાળ અને કઠોળ ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે, કારણ કે તેમાં પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. રોજિંદા લંચ અથવા ડિનરમાં તમે તેને સલાડના ભાગરૂપે પણ ખાઈ શકો છો. આ સરળ રાજમા ચણા સલાડએ તમારી નવી શરૂઆત બની શકે છે.
રાજમા ચણા સલાડ બનાવવાની રીત –
પ્રેશર-કુકમાં રાજમા, કાળા ચણા અને મગ લો. એક સીટી વાગે ત્યાં સુધી રાહ જુઓ. એક મિક્સિંગ બાઉલમાં બાફેલી કઠોળ લો. તેમાં અન્ય લીલા સલાડના શાકભાજી(કાકડી, ટામેટા,ગાજર વગેરે) ઉમેરો. બધું મિક્સ કરી સર્વ કરો.
2. ચણા – પાલક સલાડ :
ચણાનું કચુંબર ઘણું પોષ્ટિક હોય છે. જે ખાવાથી તમારે ચૂકી જવું જોઈએ નહીં. ચણાના સલાડમાં થોડું જીરું અને ઓલિવ ઓઇલ સાથે ડ્રેસિંગ કરવાથી સ્વાદિષ્ટ લાગશે છે. આ સલાડ તમને ભારતીય અને વિદેશી ખોરાકનું સુંદર કોમ્બીનેશન અને ઉપયોગ બતાવશે.
ચણા – પાલક સલાડ બનાવવાની રીત –
એક બાઉલમાં બાફેલા ચણા અને ડુંગળી મિક્સ કરો. અન્ય બાઉલમાં ઓલિવ તેલ, લીંબુનો રસ, જીરું, મીઠું અને મરીને એક-સાથે હલાવો. આ મિશ્રણને ચણા પર ડ્રેસિંગ કરી ભેળવો. ચણામાં થોડી વરાળમાં બાફેલા પાલકના પત્તા પણ રાખો. ચણાના સલાડને પાલકના પાન પર સર્વ કરો
૩. મૂંગ દાળ અને ગાજરનો સલાડ :
પૌષ્ટિક દેશી સલાડમાં મગની દાળ, ગાજર, જીરું, ધાણા અને નારિયેળને હળવા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવે છે. આ કચુંબર તમારા રોજિંદા અને કંટાળાજનક ખોરાકમાં નવીનતા લાવશે. આ રેસીપીમાં ખંડનો ઉપયોગ થાય છે પણ ડાયાબિટીસના દર્દીઓ તેને છોડી શકે છે અથવા ઓર્ગેનિક મધ લઇ શકે છે.
મૂંગ દાળ અને ગાજરનો સલાડ બનાવવાની રીત –
મેથી દાણા સલાડ :
મેથીના પાન અને મેથીના દાણાને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેઠ માનવામાં આવે છે. આ બંને સામાન્ય રીતે દરેકના રસોડામાં ઉપલબ્ધ હોય છે. મેથીના દાણાને તમારા સલાડની ડીશમાં સામેલ કરી શકો છો. આ ખાવાથી તમારા સુગર લેવલમાં આપ ચોક્કસ તફાવત જોઈ શકશો.
મેથી દાણા સલાડ બનવવાની રીત –
એક બાઉલમાં ફણગાવેલા મેથીના દાણા લો, મેથીના દાણા સ્વાદમાં કડવા હોય છે, તેથી તેના સ્વાદને સંતુલિત કરવા માટે તમારે સલાડમાં અન્ય ચીજ ઉમેરવી જરૂર છે. હવે ફણગાવેલા મેથીના દાણામાં ડુંગળી, ટામેટાં, સ્વીટ કોર્ન, કોથમીર ઉમેરો, પછી લીંબુનો રસ, મીઠું, કાળા મરીનો પાઉડર ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરો. તમારું ખાવા માટે સલાડ તૈયાર છે.
કેપ્સિકમ અને બ્રોકોલી સલાડ :
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રોકોલીને માટે સુપરફૂડ ગણાય છે. તમે તેનો ઉપયોગ વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે કરી શકો છો. તમે બ્રોકોલીનું કચુંબર શોધી રહ્યાં છો, તો અમે આપને જણાવશું કે કેવી રીતે તમે વિશિષ્ટ, સ્વાદથી ભરપુર કેપ્સિકમ સલાડ રેસીપીમાં બનાવશો.
બ્રોકોલી – મરી સલાડ બનવાની રીત –
સૌ પ્રથમ ગાજરને છોલીને છીણી લો. બ્રોકોલી કેપ્સિકમને મીડીયમ કટકા કરો, બધું મિક્સ કરો, તેમાં તમારા મનપસંદ અન્ય ડ્રેસિંગ ઉમેરો અને ફરીથી મિક્સ કરો, પીરસતા પહેલા લગભગ અડધો કલાક માટે ફ્રીજમાં રહેવા દો. ડ્રેસિંગ માટે – ફ્રિજમાં રહેલા સલાડને રાખો અને સર્વ કરતા પહેલા શેક કરો અને પીરશો.
હેલ્થને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –
રોજ બદામ ખાઓ અને ઉતારો તમારું વજન
આખા ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા
મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ, ઝડપથી ઉતરશે વજન
HIV એડ્સની રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ
ઝડપથી વજન ઘટાડવું છે? અજમાવો આ તરકીબ 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર