જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા મહત્વનો નિર્ણય

0
402

જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ફેટની ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ફેટનો અગાઉ કિલોએ ફેટે ભાવ 810 રૂપિયા હતો જે હવે વધીને રૂ.820 થયો છે. પશુપાલકને પ્રતિકિલો ફેટે રૂ.10ના વધારો થતાં ખુશીનો માહોલ છે. તેમજ નવો ભાવ સોમવારથી લાગુ કરવામાં આવશે. એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભાવ વધારો મળતા હાલમાં પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે…જામનગર જિલ્લા ઉત્પાદક સંઘમાં રોજનું 90,000 લીટર દૂધ આવે છે. જેમાં 40000 લીટર ભેંસનું અને 50000 લીટર ગાયનું દૂધ આવે છે. જેની સાથે જજામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ નું વાર્ષિક 120 કરોડ નું ટન ઓવર છે.