- જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે
- જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટનો નિર્ણય
કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને ભારત મોકલવા માટે લંડન કોર્ટ દ્વારા નિણર્ય લેવાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છેકે જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે જામનગર પોલીસ દ્વારા લાંબા સમયથી મહેનત કરવામાં આવતી હતી. જે કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ હવે આરોપી જયેશને ભારત જામનગરના અતિચકચારી ગુજસીટોક પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં લાવામાં આવશે. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા અને જમીન કૌભાંડ સહિત થોકબંધ ગુન્હાઓ નોંધાયા છે. ત્યારે હવે જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેને ભારતને સોંપાશે.