ચોરીની તક ન મળે તે માટે પ્રશ્નપત્ર લાંબુ રખાયું : હસમુખ પટેલ

0
383

જુ.ક્લાર્કની પરીક્ષા સંપન્ન હસમુખ પટેલે યોજી પત્રકાર પરિષદ

જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ અનિચ્છનિય ઘટના બની નથી. તેમજ પરીક્ષા બાદ તમામ ઉમેદવારો ખુશ હતા, તમામ ઉમેદવારોનો આભાર માન્યો છે. અમારા માટે હજુ પણ પરીક્ષા ચાલુ છે. પરીક્ષા સાહિત્ય સુરક્ષિત પહોંચીને ક્સેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે. ઉમેદવારોને ચોરીની તક ન મળે તે માટે પ્રશ્નપત્ર લાંબુ રખાયું હતું.  પ્રશ્નપત્ર લાંબું રહે તો ચોરી થવાની શક્યતા ઓછી રહે છે. તેમજ  ગ્રાઉન્ડ ઉપર એવી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિણામે આજે શાંતિમય માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે.  તેમને જણાવ્યું કે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે મારે પણ કેન્દ્રો પર ઉમેદવારોને મળવાનું થયું. અને તેઓ ખુશ હતા અને આભાર માન્યો છે.