ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

0
159
ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં ગોધરા શહેરનાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.ગોધરામાં વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે.સતત બે કલાક સુધી અવિરત ચાલુ રહેલા વરસાદના લીધે ગોધરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તો કેટલાક વિસ્તારમાં ગટર લાઈન બ્લોક થઈ જતા ગંદુ પાણી રોડ ઉપર રેલાવા લાગ્યું હતું. તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી તો સાથેજ ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મિકીવાસ ખાતે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં સતત બે કલાક સુધી ચાલુ રહેલા અવિરત વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વરસાદી કાસની કેનાલમાં લોખંડની  લારીઓ સહિત ગોદડાઓ તણાઈ આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગોધરાના વાલ્મિકી વાસ ખાતે આજુબાજુના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોએ વરસાદી કાસની કેનાલમાં કચરો જામ થઈ ગયો હતો. તેને લાકડાની મદદથી દૂર કરીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. જેના લીધે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા હતા. જ્યારે ગોધરા શહેરના માર્કેટિંગયાર્ડમાં સતત બે કલાક સુધી પડેલા વરસાદના પગલે માર્કેટની અંદર પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીને ભારે નુકસાન થવા પામ્યું હતું.

ગોધરામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી

નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ

 પ્રી-મોન્સૂનની પોલ ખૂલી

માર્કેટની અંદર પાણી ભરાતાં શાકભાજીને ભારે નુકસાન

Untitled 10
Untitled 12

પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. કોતરોમાં બે કાંઠે પાણી વહેતાં થયાં છે. વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તો વીજ કરંટથી 4 પશુનાં મોત નીપજ્યાં છે. ધારાસભ્ય સી.કે.રાઉલજી માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાતે આવ્યા અને ખેડૂતો સાથે બેઠક કરીને નુકસાન વિશે ચર્ચાઓ કરી હતી.

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો