ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી ટીમે અત્યારસુધીમાં દસ મેચોમાંથી સાત મેચો જીતી લીધી છે. ત્યારે અત્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ ઉપર છે. ગુજરાત ટાઈટન્સની ટીમના સ્ટાર ખેલાડી જોસુઆ લિટલે ટીમને છોડીને ચાલ્યા ગયા છે. જોશુઆ લિટલે આઠ મેચોમાં છ વિકેટ લીધી છે. જોશુઆ લિટલની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી હતી પરંતુ ગુજરાત તેની સાથે મિની ઓકશનમાં 4.4 કરોડ રૂપિયામાં જોડાયું હતું. જોશુઆ લિટલે આયર્લેન્ડ માટે 25 વનડે મેચમાં 38 વિકેટો ઝડપી હતી. સાથે જ તેને 53 ટી-20 મેચોમાં 62 વિકેટો ઝડપી હતી.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો



