Corona : રાજ્યમાં હાર્ટએટેકની ઘટનાઓ સતત વધી રહી છે, લોકમુખે અને દબતા અવાજે તો વધતા હાર્ટ એટેક પાછળ કોરોના વેક્સીનને જવાબદાર ગણી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે.

રાજ્યમાં યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈને ભારે ગંભીર સવાલો પેદા થઇ રહ્યા છે, લોકો આ પાછળ કોરોના વેક્સીનને પણ જવાબદાર ગણાવી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રસીકરણની દવાની કોઈ પણ આડઅસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રી જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ 31/1/24ની સ્થિતિએ 80 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. હાલમાં કોઈ દર્દી હોસ્પિટલ કે આઈસોલેશનમાં નથી.

કોરોના વેક્સીન : હાલમાં કોઇ એક્ટિવ કેસ નહિ
હાલમાં કોઇ એક્ટિવ કેસ નથી. સરકારે સાવચેતી રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે, દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. આરોગ્યની ટીમોએ ડૉર ટૂ ડૉર વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અદ્યતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે.
તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने