જેની ક્રિકેટ રસિકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા . અને જે ને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી. તેવી એશિયા કપ-૨૦૨૩ની મેચોની તારીખ જાહેર થઇ ગઈ છે. એશિયા કપની મેચો 31 ઓગસ્ટથી શરૂ થશે જેની પૂર્ણતા 17 સપ્ટેબરના રોજ થશે. આ ટુર્નામેન્ટમાં 13 મેચો રમશે. આ મેચો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાન વચ્ચે રમશે. હાઈબ્રિડ મોડલ હેઠળ આ વખતે ટુર્નામેન્ટનું આયોજન કરવામ આવ્યું છે….
એશિયા કપની મેચોનું આયોજન બે દેશોમાં કરવામાં અવાયું છે. એશિયા કપની ચાર મેચો પાકિસ્તાનમાં રમશે. જે સિવાય બીજી નવ મેચો શ્રીલંકામાં રમશે. આ વખતે એશિયા કપની મેચો પાકિસ્તાનમાં પણ રમનાર છે ત્યારે ભારતીય ટીમ પાકિસ્તાન નથી હતી. જે કારણોસર આ વખતે હાઈબ્રિડ મોડેલ પસંદ કરવામાં આવ્યું છે.
આ અંગે એશિયન ક્રિકેટ કાઉન્સીલે માહિતી આપી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટ્વીટ કરીને એશિયા કપની તરીકો જાહેર કરી હતી. જોકે હજુ સુધી મેચોની તારીખો અને જે પણ શેડ્યુલ છે તેની જાહેરાત કરવામાં નથી આવી. પાકિસ્તાનમાં કઈ મેચો રમશે. તે અંગે પણ હાક ક્રિકેટ રશીકો વિચારી રહ્યા છે. ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી મેચો રમાઈ નથી. આ ટીમો માત્ર આઈસીસી ટુર્નામેન્ટ અને એશિયા કપમાં સામ-સામે રમે છે.
વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી
અમારા ડેઈલી કાર્યક્રમો પણ આપ વેબસાઈટ પર જોઈ શકો છો