ઉદ્ધવે ફડણવીસને કહ્યું ‘નકામા’ ગૃહમંત્રી

0
795

અમારી ધીરજની પરીક્ષા ન લો : ફડણવીસ

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નકામા ગૃહ પ્રધાન ગણાવ્યા અને તેમનું રાજીનામું માંગ્યું. ઠાકરેનું નિવેદન તેમની પાર્ટીની એક મહિલા કાર્યકર પર કથિત હુમલા બાદ આવ્યું છે. સાથે જ ફડણવીસે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને મહત્વ આપવાની જરૂર નથી. ઉલ્લેખનીય છેકે સત્તામાં શિંદે જૂથ ને ટેકો આપ્યા બાદ પક્ષ વિપક્ષની તુતુમૈમૈ વધી ગઈ છે.