ફાઇટર જેટ અથવા ક્રુઝ મિસાઇલને તોડી પાડવા સક્ષમ
ભારતીય વાયુસેના ટૂંક સમયમાં જ S-400 મિસાઇલોનું પ્રથમ ફાયરિંગ કરવા માટે તૈયાર છે. ભારતે પહેલાથી જ લાંબા અંતરની હવાઈ સંરક્ષણની પ્રથમ બે સ્ક્વોડ્રન કાર્યરત કરી દીધી છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય દળોએ રશિયામાં પરીક્ષણ દરમિયાન રશિયન મૂળની મિસાઇલ સિસ્ટમનું ફાયરિંગ કર્યું હતું , પરંતુ દેશમાં મિસાઇલોનું પરીક્ષણ બાકી છે, ટૂંક સમયમાં એક નાની અથવા મધ્યમ રેન્જની મિસાઇલોનો ઉપયોગ કરીને પરીક્ષણ કરશે. એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમમાં મહત્તમ 400 કિમીની રેન્જમાં ઝડપથી ચાલતા ફાઇટર જેટ અથવા ક્રુઝ મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા છે . ભારત અને રશિયાએ S-400 એર ડિફેન્સ મિસાઈલની પાંચ સ્ક્વોડ્રન માટે રૂ. 35,000 કરોડથી વધુના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 2023-2024 ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તે IAF માટે ગેમ ચેન્જર સાબિત થશે.