આ તારીખથી દુનિયાભરમાં પરોઢ સુધી જોવા મળશે ઉલ્કાવર્ષા

0
445

અવકાશમાં જોવા મળશે આતશબાજી

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા. 14 મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. 30 મી એપ્રિલ રવિવાર પરોઢ સુધી ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ખગોળ શાસ્ત્રીઓએ અપીલ કરી છે તા.14 મી શુક્રવાર મધ્યરાત્રિથી તા. 30 મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.22મી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 100 ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે.