અમદાવાદ માં તંત્ર ચોમાસામાં તુટેલા રસ્તા ક્યારે બનાવશે ! નાગરિકો કેમ છે નારાજ

0
366
અમદવાદ રોડ
અમદવાદ રોડ

અમદાવાદ મહાનગર પાલિકા ચોમાસા માં વહી ગયેલા કે તુટેલા રસ્તાઓ બનાવવામાં ઉદાસીન કેમ છે, જ્યાં પણ ભુવા પડ્યા ત્યા રસ્તાઓ બંધ કરી દેવાય છે, અથવા કામ કરાય છે તેમાં પણ સ્થિતિ સારી નથી હોતી,અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી માત્ર નામની જ કહી શકાય, કારણ કે મોટા ભાગે રોડ પર થીગડા મારવામાં આવી રહ્યાં છે. જે ફરી વરસાદ પડતા ધોવાઈ જશે. ચોમાસા બાદ રોડ રીસર્ફેશ કરી ખાતર પર દીવેલ કરાશે. ત્યારે અમદાવાદ ના નગર જનોમાં રોષની લાગાણી છે,,ત્યારે ચોમાસા પહેલા રોડ બનાવાય તેવી માંગ છે,

  • અમદાવાદના રસ્તા બન્યા ડિસ્કો રસ્તા
  • ચાલુ વર્ષે શહેરમાં નાના-મોટા નવ હજારથી વધુ ખાડા પડ્યા
  • રોડ-રસ્તાને લઈને અનેક ફરિયાદ
  • ફરિયાદ બાદ રોડ-રસ્તા પર થીગડા મારવાનું શરૂ

ચોમાસું શરૂ થતાં જ અમદાવાદવાસીઓની સમસ્યા શરૂ થઈ જાય છે, અને આ સમસ્યા છે શહેરના રસ્તાઓ. ભ્રષ્ટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે. રોડને લઈ શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે. મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ આ અંગે નોધ લીધી છે. ત્યારે એકાએક નિંદ્રામાંથી જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ મરામતની કામગીરી મોટા પાયે શરૂ કરી છે. https://www.youtube.com/embed/7w7UCMQ8JbA શહેરમાં ખાડા પુરવાનુ કામ તો કરવામા આવી રહ્યુ છે પરંતુ રીપેરીંગના નામે થીગડા મારવામાં આવી રહ્યા છે. વ્યવસ્થિત રીપેરીંગ કરવાને બદલે થીગડા મારવામાં આવે છે, અને લોકો સાથે એક પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે. જે રીતે રોડ મરામત થઇ રહયા છે તે સાધારણ વરસાદમાં ફરી તુટી જશે અને મરામતના પૈસા પાણીમાં જશે. વરસાદી સીઝન પુર્ણ થયા બાદ રોડ સરફેશ કરવામા આવશે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરીથી લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.