श्री राम : 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

0
139
श्री राम
श्री राम

श्री राम : આજે આખરે એ દિવસ આવી ગયો જેનો 500 વર્ષથી દેશ રાહ જોઈ રહ્યો હતો, ભગવાન શ્રી રામલલાની મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યાના લોકો માટે આ સોનેરી દિવસ છે. પીળા વસ્ત્રો પહેરેલ રાઘવની આ મૂર્તિને જોઈને રામ ભક્તો ભાવુક થઈ રહ્યા છે. સૂર્યવંશી શ્રી રામની મૂર્તિના અભિષેક બાદ હવે રામ ભક્તો તેમના ભગવાનના દર્શન કરવા માટે આતુર છે.

श्री राम : 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

श्री राम : આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. રામલલાની પ્રતિમાના અભિષેકનો કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો હતો. આ દરમિયાન દેશ અને દુનિયાના લોકોની નજર અયોધ્યા પર ટકેલી હતી. બધા સનાતનીઓ તેમજ આખો દેશ ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. હવે રામ મંદિરમાં ભગવાન બિરાજમાન છે.

श्री राम : 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

श्री राम : બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

श्री राम : પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીએ રામ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરી પ્રતિજ્ઞા લીધી હતી. આરએસએસના વડા મોહન ભાગવત તેમની બાજુમાં બેઠા હતા. મંત્રોચ્ચાર સાથે રામલલાના અભિષેકની વિધિ પૂર્ણ થઈ હતી.

श्री राम : 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

श्री राम : ભગવાન રામલલાની પાંચ વર્ષના બાળ સ્વરૂપની આ પ્રતિમાની પ્રથમ ઝલક ખરેખર ખૂબ જ આકર્ષક છે. આ પ્રતિમામાં રામલલાની નિર્દોષતા સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે આ પ્રતિમા કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. રામલલાની મૂર્તિને માથાથી પગ સુધી અનેક આભૂષણોથી શણગારવામાં આવી છે.

श्री राम : 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, બાળ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા   

વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસનાં અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

તમે આ પણ વાંચી શકો છો

આજે દેશ બન્યો રામમય, શાળા,ગામો, સોસાયટી બની રામમય