ખરેખર ચિંતાજનક છે આ સમાચાર, સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 લોકોના હાર્ટ એટેકથી મોત  

0
191
હાર્ટ એટેક
હાર્ટ એટેક

Heart Attack In Saurashtra: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોનો સિલસિલો યથાવત્ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના હાર્ટ એટેકથી મોત થતા ચિંતા સાથે ગભરાટ પણ ફેલાયો છે. રાજકોટ જિલ્લામાં જ Heart Attackથી સાતનાં મોત થયાં છે.

જામનગરના કલેકટરને હાર્ટ એટેક આવ્યો

હાર્ટ એટેક

જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે Heart Attack ને કારણે બે યુવાન અને ત્રણ પ્રૌઢના મોત થયા હતા. આજે વધુ એક યુવાન અને રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પ્રૌઢ કેદીનું Heart Attack થી મોત નીપજ્યું હતું.

હાર્ટ એટેક આવવાનું કારણ

હાર્ટ એટેક

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, હાર્ટ એટેક આવવાનું સૌથી મોટુ કારણ લોકોની જીવનશૈલી છે. યુવાનોના કામના કલાકો વધ્યા હોવાથી તેઓ કસરતમાં વ્યસ્ત રહે તેવી શક્યતા ઓછી છે. યુવાનો એકલા રહીને ફાસ્ટ ફૂડ ખાતા થઇ ગયા છે. તેનાથી બચવા માટે કામનો તણાવ અને ધૂમ્રપાન તેમના હાર્ટના સ્વાસ્થ્યને અસર કરે છે. હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. લોકોના તણાવને શેર કરવા માટે કોઈ નથી. આવી સ્થિતિમાં તેમની હાર્ટ સમસ્યા વધી જાય છે.

Heart Attackથી બચવા શું કરવું જોઈએ

હાર્ટ એટેક

હેલ્થ એક્સપર્ટના મતે કસરત,ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે ઊંઘ, બીપી, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકાર રહેશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી, આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકો છો. 

તમે આ પણ વાંચી શકો છો

મારી..તમારી..આપણી….ચા બની વિશ્વની સૌથી  બીજી શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ ડ્રિંક