Home State Gujarat સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ...

સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ ?    

0
255
સ્વામીનારાયણ સંપ્રદાય
સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ   કચ્છ જીલ્લાના એક સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે, સરકારી આવાસના લોકાર્પણના કાર્યક્રમમાં સંતે જાહેર મંચ પરથી પાકિસ્તાનની….. સંબોધન કર્યું હતું જેના જવાબમાં હાજર લોકોએ જયનો સુર પુરાવ્યો હતો… શું છે સમગ્ર મામલો વાંચો અમારો આ અહેવાલ…..    

સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત સંબોધનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ

રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી… બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વીડિયો આવ્યા બાદ શું કહ્યું?

સ્વામીનારાયણ સંપ્રદાય

વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.

 

૨૬ જુલાઈ કારગિલ વિજય દિવસ બહાદુરી અને બલિદાનની ગાથા પેરિસ ઓલિમ્પિક 2024 વરસાદથી બેહાલ ગુજરાતના રાજકોટનો હાલ ભારતીય મુલ્યવાન એવા સેલીબ્રીટીની સૂચીમાં એક-દમ ઉપર કોણ?? શું તમે પણ છો એક ઓવરપ્રોટેક્ટીવ પેરેન્ટ ? આ સંકેતથી ખબર પડી શકે છે શ્રાવણ માં ઉપવાસ કરવાના મળશે ઘણાં ફાયદા? સાચા લીડરની આવી હોય છે બોડી લેન્ગવેજ જો તે અપનાવીયે તો સફળતા જરૂરથી મળશે મિર્જાપુર ના ગુડ્ડુ ભાઈની દીકરીની પહેલી તસ્વીર ચોમાસા દરમિયાન તમારા વાળને ફ્રીજી થતા બચાવા માટે કરો આ ૬ કામ ચાંદીપુર વાયરસ (CHPV) શું છે ? જાણો લક્ષણો, સારવાર અને નિવારણ સ્ત્રી ૨ રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે ડાયરેક્ટ કહ્યું કે શરીરની કમજોરી પૂરી કરવા આ ડ્રાયફ્રુટ શરીરમાં જાન નાખી દેશે, જાણો તેના અન્ય ફાયદા Crazy for being Cool : યુનિક વાયરલ કુલ શેપના મેકઅપ પ્રોડ્કટસ દીપિકા પાદુકોણ આ કારણ થી એક્ટિંગ ને છોડી શકે છે, આવો જાણીએ કારણ આ આદતો તમને તમારા જીવનને આસાન બનાવે છે Armaan Malik ૨-૨ પત્નીઓ સાથે બીગ બોસ ott માં છે Rahul Gandhi : તમે કોઈ હિન્દુ નથી ભાજપ વાહ વાહ રાહુલ ગાંધી જોરદાર ફોર્મ માં છે CAR WASHING TIPS: વરસાદના દિવસોમાં કાર આ રીતે સાફ કરો કોહલીએ સીડ-કિયારાને પાછળ પાડી દીધા છે, વિરાટ કોહલી એ સિદ્ધાર્થ મલ્હોત્રા-કીયારા આડવાણીનો આ રેકોર્ડ કર્યો બ્રેક