આજે દેશ બન્યો રામમય, શાળા,ગામો, સોસાયટી બની રામમય   

0
269
રામ
રામ

રામ : દેશ આજે રામમય બની ગયો છે, 500 વર્ષના સંઘર્ષ બાદ આજે પ્રભુ શ્રી રામ પોતાના મહેલમાં પધાર્યા છે, દેશભરમાં આજે રામ શોભાયાત્રા, પૂજાવિધિ, રામધૂન દ્વારા રામનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, દરેક મહોલ્લા શેરી, શાળાઓમાં રામની પૂજા કરવામાં આવી રહી છે.

કડીના વિડજમાં નીકળી રામ શોભાયાત્રા

રામ

આજે મહેસાણાના કડીના વિડજ ગામે રાજપૂત સમાજ દ્વારા રામ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં નાના બાળકો રામ લક્ષમન અને હનુમાન બન્યા હતા, આ શોભા યાત્રા આખા ગામમાં ફરી હતી, શોભાયાત્રામાં સમગ્ર ગામજનો જોડાયા હતા, શોભાયાત્રામાં જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું

લીટલ જીનીયસ સ્કુલમાં બાળકો બન્યા રામમય

રામ

દરેક મહોલ્લા શેરી, શાળાઓમાં રામની પૂજા કરવામાં આવી રહી છે, ત્યારે આજે જીવરાજ પાર્ક સ્થિત લિટલ જિનિયસ સ્કૂલ દ્વારા બાળકોમાં રામના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી રામધૂન પૂજાપાઠ રાખવામાં આવ્યા હતા, જેમાં શાળાના શિક્ષકો અને નાના બાળકો રામન સીતા લક્ષ્મણના પહેરવેશમાં સ્કૂલમાં આવ્યા હતા, નાના ભૂલકોઓમાં રામ નામનો મહિમા વધે, રામના સંસ્કાર બાળકોમાં ઉતરે તે   હેતુ સર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, 

ભક્તિનગર સોસાઈટીના રહીશો બન્યા રામમાં લીન

રામ

જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો અંત આવ્યો. એટલે કે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની  અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની સાથે જ સાથે જ  દેશ્બહ્રમાં જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાઈટીના રહીશો પણ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થયા અને રહીશોએ રામલલાની પૂજા આરતી કરી હતી.  સમગ્ર સોસાઈટના રહીશો ભવ્ય ઉજવણીના સાક્ષી બન્યા છે.

મુસ્લિમ ભાઈઓએ આપ્યો ભાઈચારાનો સંદેશ

રામ

અમદાવાદમાં વિવિધ સ્થળો પર રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, હઝરત શાહે આલમ દરગાહમાં 101 દીવાઓ પ્રગટાવામાં આવ્યા હતા.એન ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આયોજન કર્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો

VR Live: પ્રભુ શ્રી રામ સાથેની સેલ્ફી મોકલો અને ચમકો ટીવી પર