પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ અતીકની હત્યાને મામલે રાજય સરકાર પર નિશાન સાધ્યું છે. એક ટ્વિટ દ્વારા તેમણે રાજ્યમાં વધી રહેલી અરાજકતા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પતન દર્શાવે છે.માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.