પરણીતાએ બે પુત્રો સાથે સાંતેજ પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

0
491

કલોલના રકનપૂરની પરણીતાએ તેના બે પુત્રો સાથે સાંતેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી. સરસ્વતી બેન સંભૂજી ઠાકોર નામની મહિલાએ  તેમના બે પુત્રો સાથે સાંતેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈ કાલના રોજ બપોરે આશરે ૨ વાગે ઘર કંકાસથી કંટાળી જઈને કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરતા આસપાસના વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે . સમાચાર અનુસાર કેનાલમાંથી માતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.