સમગ્ર વિશ્વમાં નવા વર્ષની (31મી ડિસેમ્બર) પાર્ટીઓમાં લોકો ખૂબ એન્જોય કરે છે. લોકો ખુલ્લા મને આ દિવસનો આનંદ લેવા માંગે છે, 31stની સાંજે લોકો હરવા ફરવા અને ટેસ્ટી ફૂડ પાછળ દિલ ખોલીને પૈસા વાપરે છે. ભારતમાં લોકોએ નવા વર્ષની ઉજવણી પર Zomato અથવા Swiggy જેવી ઘણી ફૂડ ડિલિવરી એપ પરથી પુષ્કળ પ્રમાણમાં ઓર્ડર આપ્યો.
નવા વર્ષ પર સૌથી વધુ ઓર્ડર આપવાનો નવો રેકોર્ડ બનાવીને, Zomato એ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું. એટલું જ નહીં નવા વર્ષમાં Zomato ના ડિલિવરી પાર્ટનરને લગભગ 97 લાખ રૂપિયાની ટિપ પણ મળી છે.
ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પોતાના તાજેતરના ટ્વીટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
Zomatoને ₹ 97 લાખની ટિપ
ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક ટ્વિટમાં આ વાતનો ખુલાસો કર્યો, લખ્યું, ‘લવ યુ, ઈન્ડિયા! આજે રાત્રે તમને સેવા આપનાર ડિલિવરી ભાગીદારોને તમે અત્યાર સુધીમાં ₹ 97 લાખથી વધુની ટીપ આપી છે.

આ સાથે તેમણે ઓફિસમાંથી વોર રૂમની તસવીરો પણ શેર કરી છે. તેમણે તેમની પોસ્ટમાં વિસ્તૃત રીતે જણાવ્યું કે, લગભગ એટલા જ ઓર્ડર NYE 23 ના રોજ વિતરિત કરવામાં આવ્યા હતા જેટલા તેઓ NYE 15, 16, 17, 18, 19, 20 સંયુક્ત રીતે વિતરિત થયા હતા.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક સેકન્ડમાં 140 ઓર્ડર
નવા વર્ષ પર સૌથી વધુ ફૂડ ઓર્ડરના સંદર્ભમાં ઝોમેટોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. Zomatoના CEOએ તેમની એક પોસ્ટમાં દાવો કર્યો છે કે તેમને દર સેકન્ડે લગભગ 140 ઓર્ડર મળી રહ્યા છે. આ ડેટા જાણીને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે.
ઝોમેટોના ફાઉન્ડરે જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યે 8422 ઓર્ડર મળ્યા હતા, એટલે કે દર સેકન્ડે ઝોમેટોને 140 ફૂડ ઓર્ડર મળી રહ્યા હતા. આ ઓર્ડરોમાં મોટાભાગના ઓર્ડર બિરયાનીના હતા. આ સાથે તેણે મેપ પણ શેર કર્યો છે.
બિરયાનીએ મારી બાઝી
તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે, કોલકાતાના એક ગ્રાહક દ્વારા 125 વસ્તુઓનો એક જ ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ફૂડ ઓર્ડર્સમાં પિઝા, બર્ગર અને પનીરથી ઉપર બિરયાનીના સૌથી વધુ ઓર્ડર આવ્યા હતા.
આ સાથે તેમણે લખ્યું, ‘ભારત અને બિરયાની માટે તેનો પ્રેમ.’ આ સાથે, લોકોનો આભાર માનતા, તેમણે ખુલાસો કર્યો કે અમારા ડિલિવરી પાર્ટનર્સ કે જેઓ નવા વર્ષની રાત્રે લોકોને ઓર્ડર પહોંચાડતા હતા તેમને 97 લાખ રૂપિયા ટિપ તરીકે મળ્યા છે.

તેમણે જણાવ્યું કે, 3.2 લાખ ડિલિવરી પાર્ટનર્સ નવા વર્ષની રાત્રે લોકોને ભોજન પહોંચાડવા માટે કામ કરી રહ્યા હતા.
zomato : ફૂડ એપ zomatoને સરકારની નોટીસ ,402 કરોડની GST ની નોટીસ
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો