ગરમીને લઇ અમદાવાદમાં ૧૭ અને ૧૮ એપ્રિલે યલો એલર્ટ

0
400

હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત, અમદાવાદમાં ૧૭ અને ૧૮ એપ્રિલે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ઉત્તર તરફથી પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે. ૧૯ એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.