અમદાવાદમાં ગરમીને લઈને ૫ દિવસ માટે યલો એલર્ટ જાહેર

0
285

હવામાન વિભાગે હવે ગુજરાતને લઈને ફરી નવી આગાહી કરી છે. જે મુજબ, અમદાવાદમાં ૫ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, આગામી 22 મે સુધી તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી. આ ઉપરાંત, હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ રાજ્યમાં પવનની દિશા પશ્ચિમી છે, જેના કારણે મોટાભાગના સ્થાનો પર ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી પવનના કારણે વાદળો આવે છે. જેથી વાતાવરણમાં ભેજના કારણે બફારો રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.