22 એપ્રિલે વર્લ્ડ અર્થ ડે -સમગ્ર બ્રહ્માંડનો અનોખો  ગ્રહ છે ‘પૃથ્વી’

1
49

ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા છે મહત્વ

દર વર્ષે 22 એપ્રિલે વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. જયારે-જયારે પૃથ્વી પરનું સંતુલન ખોરવાયું છે ત્યારે-ત્યારે એનું મૂલ્ય મૃત્યુનાં વિનાશકારી તાંડવથી ચુકવાયું છે. ૨૨ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવાશે ત્યારે આ વર્ષે સમગ્ર બ્રહ્માંડનાં આ અનોખા ગ્રહ ‘પૃથ્વી’નાં દિવસની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાનાં શપથ લેવાં પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે. લોકો એકબીજામાં પર્યાવરણની જાગૃકતા ફેલાવવા માટે મનાવે છે. સાથે જ વિશ્વના તમામ દેશો  હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચાવવા માટેના પ્રયત્નોને તીવ્ર બનાવવાના હેતુથી પૃથ્વીની ઉજવણી કરે છે. વિશ્વ પૃથ્વી દિવસ ભલે અત્યારે ઉજવાતો હોત પરંતુ ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવી છે. ઋગવેદ ઉપરાંત અથવૅવેદના બારમાં મંડળના ભૂમિક સૂકતમાં પૃથ્વીની વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂકતમાં પૃથ્વીને માતા અને મનુષ્યને સંતાન તરીકે નિરૂપયા છે. આ સૂકતમાં 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રત્યે મનુષ્યોના કર્તવ્યોનો મહિમા બતાવ્યો છે. જે રીતે પૃથ્વી માતા મનુષ્યોને પોતાના સંતાન સમજી તેનું લાલન પાલન કરે છે તેમ માતાની રક્ષા કરવી એ પણ સંતાનનું કર્તવ્ય છે. એવી જ રીતે બીજા એક સૂકતમાં પૃથ્વીની ઉત્પતિ વિશે સમજાવ્યુ છે. દર વર્ષે 22 એપ્રિલે વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. લોકો એકબીજામાં પર્યાવરણની જાગૃકતા ફેલાવવા માટે મનાવે છે. સાથે જ વિશ્વના તમામ દેશો હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચાવવા માટેના પ્રયત્નોને તીવ્ર બનાવવાના હેતુથી પૃથ્વીની ઉજવણી કરે છે. વર્લ્ડ અર્થ ડે કોઈ ઉજવણી નહીં પરંતુ આંદોલનથી પણ આગળ નીકળી ચૂક્યું છે. તે કોઈ પણ ધર્મની ઉજવણી નથી કે કોઈ રાષ્ટ્રની ઉજવણી નથી. જોકે તેની શરૂઆત 1970ના દાયકામાં થઈ હતી, પરંતુ 1990ના દાયકાથી તે એક વિશાળ સ્વરૂપ લઈ રહ્યું છે. આજે આખી દુનિયામાં આ એક અભિયાન નહીં પણ એક મોટી ચિંતાનો પણ વિષય છે. આપણે આ ધરતીને રહેવા લાયક રાખવા માટે શું કરવું એ એક યક્ષ પ્રશ્ન બનીને સામે આવ્યો છે. જોકે, ખાસ વાત એ છેકે, વિશ્વ પૃથ્વી દિવસના અવસરે દુનિયાના સક્ષમ અને શક્તિશાળી દેશ પોતાના મતભેદો ભુલીને પૃથ્વીને બચાવવા એકજૂથ થાય છેચિંતાની વાત એ છેકે, ધરતી પર સતત તાપમાન વધી રહ્યું છે, સતત પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં ધરતી પરના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યાં છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ઠેર-ઠેર વિકાસની લહાયમાં કોંક્રેટના જંગલો ઉભા થઈ રહ્યાં છે. ધરતી પર જળવાયુ પરિવર્તનની ઘટનાથી દુનિયાના 3 અરબથી વધારે લોકો સામે ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લાં 6 હજાર વર્ષો કરતા પણ લાંબા સમયથી અહીં ચર અને અચર દરેક ફૂલીફાલી રહ્યાં હતાં. જોકે, હવે આ પૃથ્વી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અને માનવજાતિ જ તેના માટે સીધા રૂપથી જવાબદાર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, જો આજ રીતે ચાલતુ રહ્યું તો 2070 સુધી આ ધરતી રહેવા લાયક નહીં રહે. આ પૃથ્વી સતત વધી રહેલું તાપમાન સહન કરવાના લાયક નહીં રહે.  વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છેકે, દુનિયા હાલ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિની તરફ આગળ વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જો દુનિયાનું તાપમાન 3 ડિગ્રી કે એના કરતા વધારે થઈ ગયું તો દુનિયાની એક મોટી આબાદીને કાળઝાળ ગરમીમાં રહેવું પડશે. તેનો સૌથી વધારે પ્રભાવ ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વના કેટલાંક ભાગો પર પડશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, 1 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો તેનાથી પણ અંદાજે 1 અરબ લોકોને સીધી અસર પહોંચશે. વર્તમાન પરિવર્તનોને જોતા ચીન અને પાકિસ્તાનની સ્થિતિ તો ભારત કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી વિશ્વા પૃથી દિવસની ઉજવણી કરવામાં આવે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.