
womaninblue : #womanworldcup , #indiavsafrica , #worldchampion , #harmanpritkor , ભારતની મહિલા ક્રિકેટ ટીમે આખરે 47 વર્ષના લાંબા ઈંતજાર બાદ વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. રવિવારે ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને પ્રથમવાર ICC વુમન્સ ODI વર્લ્ડ કપ જીત્યો.
womaninblue : સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રનનો પર્વત જેવો સ્કોર ઉભો કર્યો.
શેફાલી વર્માએ 87 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જ્યારે દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રનનો યોગદાન આપ્યું.

womaninblue : સાઉથ આફ્રિકાની બાજુએથી આયબોન્ગા ખાકાએ 3 વિકેટ ઝૂંટવી.જવાબમાં સાઉથ આફ્રિકા 246 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન લૌરા વોલ્વાર્ટે ભલે શાનદાર સદી ફટકારી હોય, પરંતુ ટીમને જીત અપાવી શકી નહીં. ભારત માટે દીપ્તિ શર્માએ બોલિંગમાં જાદૂ ચલાવીને 5 વિકેટ લીધી અને ‘પ્લેયર ઓફ ધ ફાઇનલ’ બની.
womaninblue e : આ જીત સાથે ભારતની મહિલા સિનિયર ટીમે કોઈપણ ફોર્મેટમાં પ્રથમવાર ICC ટ્રોફી જીતી છે. અત્યાર સુધી ટીમ ભારત 2005 અને 2017માં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2025માં, ત્રીજી વાર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચાયો.
આ ટ્રોફી સાથે ભારતનું કુલ 15મું ICC ટાઇટલ નોંધાયું છે — જેમાં પુરુષ અને અંડર-19 સ્તરની ટ્રોફીઓનો સમાવેશ થાય છે. હવે ભારત ફક્ત ઓસ્ટ્રેલિયા (27 ટાઇટલ)થી પાછળ છે.

womaninblue : ભારતનાં ICC ટાઇટલ્સ
- મેન્સ ટીમ: 2 ODI વર્લ્ડ કપ, 2 T20 વર્લ્ડ કપ, 3 ચેમ્પિયન્સ ટ્રોફી
- અંડર-19 બોય્ઝ: 5 વર્લ્ડ કપ
- અંડર-19 ગર્લ્સ: 2 વર્લ્ડ કપ
- સિનિયર વુમન્સ: 1 ODI વર્લ્ડ કપ (2025)

ભારતીય ક્રિકેટ માટે આ જીત ઐતિહાસિક ક્ષણ છે — જ્યાં ‘વુમન ઇન બ્લૂ’એ આખરે વિશ્વ પર ચમત્કાર સર્જ્યો છે
વધુ સમાચાર જોવા માટે અહં ક્લિક કરો
Tulsi Vivah At Home : શું આપ પણ ઘરે તુલસી વિવાહ કરવા ઈચ્છો છો..? જાણો ઘરે તુલસી વિવાહ કરવાની વિધિ




