Winter Bath Tips: દેશભરમાં અત્યારે કાતિલ ઠંડીનો સમય ચાલી રહ્યો છે, કાતિલ ઠંડીમાં સૌથી અઘરું કોઈ કામ હોય તો એ છે નાહવું. ઘણાલોકો ઠંડીમાં નાહવાનું અવોઇડ કરતા હોય છે, આજે અમે તમને શિયાળાની આ કાતિલ ઠંડીમાં નાહવાથી ઘાતક બીમારી પણ થઇ શકે છે.આ કાતિલ ઠંડીમાં નહાતા પહેલા કેટલીક વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
Winter Bath Tips: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ભારે ઠંડી છે. વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે લોકો થરથરી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક અને પેરાલિસિસની શક્યતા પણ વધી જાય છે. જે ક્યારેક જીવલેણ પણ બની જાય છે. શિયાળાની ઋતુમાં જો આપણે નાની-નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે આ બીમારીઓથી પોતાને બચાવી શકીએ છીએ.
Winter Bath Tips : વૃદ્ધોએ ઠંડીથી બચવું જ જોઈએ. સૌપ્રથમ તેઓએ 10 વાગ્યા પહેલા સ્નાન ન કરવું જોઈએ અને જો તેઓ કરે છે તો પછી પોતાના શરીરને ટુવાલથી સારી રીતે લૂછી દો. જ્યારે આખું શરીર સુકાઈ જાય, ત્યારે બાથરૂમમાંથી ગરમ કપડાં પહેરીને જ બહાર આવો. એવું જોવા મળે છે કે જ્યારે વડીલો સ્નાન કરે છે ત્યારે પાણીના થોડા ટીપાં તેમના શરીર પર રહી જાય છે અને પછી તેઓ પૂજા કરવા જાય છે. જેના કારણે વાતાવરણમાં ગરમી હોય છે અને તે બાષ્પીભવન થાય છે. જેના કારણે તેમને ઠંડી વધુ લાગે છે. ઠંડા પાણીથી પણ સ્નાન ન કરવું જોઈએ, હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ.
Winter Bath Tips : ઠંડીમાં હાર્ટ એટેકના આ છે કારણો
જ્યારે ઠંડી ખૂબ જ અનુભવાય છે ત્યારે ઠંડીથી બચવા માટે તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કારણે લોહીનો પુરવઠો ઓછો થાય છે. જેના કારણે બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક અને લકવો થાય છે. તેથી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો તેમને ગરમ કપડાં પહેરાવો. પગમાં મોજાં હોવા જ જોઈએ, કારણ કે જ્યારે તેઓ જમીન પર ચાલે છે, ત્યારે ઠંડી સીધી તેમના શરીરની અંદર જાય છે. તેથી જ ટોપી જરૂરી છે. જ્યારે યુવા પેઢીના યુવાનોએ કામ પર જવાની જરૂર છે. તેથી, આ સિઝનમાં ખૂબ જ વધુ સ્પીડમાં ટુ વ્હીલર ન ચલાવો અને તમારા શરીરને ગરમ કપડાંથી ઢાંકીને રાખો. તમારા માથાને બચાવવા માટે હેલ્મેટનો ઉપયોગ કરો અને મફલર પહેરો.
આમ જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે શિયાળામાં પોતાની જાતને બીમારી કે જીવના જોખમને બચાવી શકો છો.
તમે આ પણ વાંચી શકો છો
top 5 beaches in india : ભારતના આ બીચ તમને માલદીવ પણ ભુલાવી દેશે