શુ અમેરિકાનો ડોલરની દાદાગીરી થશે ખતમ-કોણ કરી રહ્યું છે તૈયારી

0
155

શુ અમેરિકાનો ડોલરની દાદાગીરી થશે ખતમ-કોણ કરી રહ્યુ છે તૈયારી

શુ આગામી દિવસોમા અમેરિકાના ડોલરની દાદાગીરી સમાપ્ત થઇ જશે, શુ બ્રિક્સ દેશો તેના માટે તૈયારી કરી રહ્યા છે, આવા અનેક સવાલો હાલ વિશ્વના દેશોમા ચર્ચા સ્વરુપે ચાલી રહ્યા છે, ત્યારે અહેવાલ પ્રમાણે કહેવાઇ રહ્યુ છે કે BRICS સમીટ યોજાઈ રહી છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોનું એક ઈંફોર્મલ ગૃપ છે. જેમાં હવે સાઉદી અરેબિયા પણ જોઈન્ટ કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે. આ ગ્રુપે 2015મા ન્યુ ડેવલોપમેન્ટ બેંકના નામે નવી બેન્ક તૈયાર કરી હતી.  જે બેન્ક હવે નવી કરન્સી લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ પાંચેય દેશ પોતપોતાની કરન્સી ન્યુ ડેવલોપમેન્ટ બેન્કમાં રિઝર્વમાં મૂકશે. જેની સામે બેન્ક નવી કરન્સી લોન્ચ કરશે. જેમાં આ દેશી આંતરિક રીતે આ કરન્સી યુઝ કરીને પેમેન્ટ કરી શકશે. વધુમાં આ ચલણને ગોલ્ડ સાથે જોડી દેવામાં આવશે. પરિણામે જેટલી કરન્સી ઇશ્યુ થશે. તેટલુ ગોલ્ડ આ બૅન્ક સાથે જમા પડ્યું હશે. જેથી તેની વેલ્યુ ક્યારેય ઘટે નહિ! આ તમામ ઘટનાક્રમથી એ જાણવા મળી રહ્યું છે કે ડી-ડોલેરાઇઝેશન માટે તમામ દેશો મથામણ કરી રહ્યા છે. જેમાં સફળતા પણ મળી રહી છે. જેથી ભારતને ફાયદો થઇ શકે તેમ છે.


અમેરિકાની કરન્સી ડોલર પર દુનિયાભરના દેશોની નિર્ભરતા છે એ ઓછી કરવી જેને ડી-ડોલેરાઇઝેશન કહેવામાં આવે છે. 1945માં  યુદ્ધ વેળાએ અમેરિકાએ સાઉદી અરેબિયાને ટેકાની ખાતરી આપી કહ્યું હતું કે જરૂર પડશે તેમાં અમેરિકા તમારી સાથે છે. આ દરમિયાન શરત મૂકીને એવું ટાઇઅપ કરાવી લીધું કે સાઉદી જેટલું ક્રૂડ ઓઇલ વેચશે તે બધું જ ક્રૂડ ડોલરમાં જ વેચાશે! આવો પ્રસ્તાવ મુક્યો હતો.  જેમાં સહમતી સંધાયા બાદ હવે ક્રૂડ ઓઇલ ખરીદવું હોય તો એરિકન ડોલરની જરૂર અવશ્ય પડે છે. મહત્વની વાતએ છે કે દરેક દેશ માટે ક્રૂડ ઓયલ જબરી જરૂરિયાત અને મહત્વ ધરાવે છે. આથી જ તો દુનિયાભરમાં અમેરિકાના ડોલરનું ચલણ છે!

જેને પગલે તમામ દેશોએ અમેરિકન ડોલર રિઝવર્સમાં રાખવાનું ચાલુ કરી દીધું હતું. બાદમાં વિયાતનામ વોર વેળાએ આમેરિકાને રૂપિયાની જરૂર ઉભી થતા સેન્ટ્રલ બેન્ક રૂપિયા છાપવા માંડી હતી. પરિણામે આ અંગે જાણ થતા યુરોપિયન દેશોએ પોતાની પાસે રહેલ રિઝવર્સમાં રહેલ ડોલરનું સોનામાં રૂપાંતરણ કરવાનું શરૂ કરી દીધું હતું.  જેને લઈને આમેરિકાએ ડોલર અને સોનાના ભાવ બંધણાંને છૂટું કરી દીધું હતું. બાદમાં ગોલ્ડના ભાવ પણ વધવા લાગ્યા હતા. જે ભાવ વધારો તે નિર્ણયને પરિણામે છે.