સાઉદી અરબ માં પાચ લોકોને કેમ અપાઇ સામુહિક મોતની સજા ! કારણ જાણીને ચોંકી જશો

0
158
સાઉદી અરબ
સાઉદી અરબ

સાઉદી અરબ એ એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા આપી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયેલી આ સૌથી મોટી સામૂહિક મોતની સજા છે. મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ થાય છે. તેઓ એક ધાર્મિક સ્થળ પર હુમલો કરવાના દોષી જાહેર થયા હતા. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને બીજા સેંકડો ઘાયલ થયા હતા. સાઉદી અરબ પોતાના કડક કાયદા માટે જાણીતું છે,,પરિણામે સાઉદી અરબમાં જલ્દી કોઇ અપરાધ કરવાનું વિચારતા નથી

જોકે આ ધાર્મિક સ્થળ પર હુમલો ક્યારે અને કેવી રીતે કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો સાઉદી અરબ દ્વારા હજી સુધી કરવામાં આવ્યો નથી. 

આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં 68 લોકોને ફાંસી અપાઈ ચુકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે સાઉદી અરબે 147 લોકોને ફાંસી આપી હતી. જ્યારે 2021માં 69 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. 2022માં જેમને ફાંસી અપાઈ હતી તેમાં આતંકવાદ સાથે સંકળાયેલા 81 લોકોને તો એક જ દિવસે મોતની સજા અપાઈ હતી. 

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ એક તરફ સામાજિક અને આર્થિક રીતે બદલાવ કરીને દેશની ઈમેજ બદલવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જ સાઉદી અરબમાં ફાંસની ઘટનાઓમાં વધારો થયો છે. તેમણે તાજેતરમાં જ કહ્યુ હતુ કે, જો કોઈ વ્યક્તિ લોકોના જીવ ખતરામાં મુકશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આ સિવાયના અપરાધોમાં સરકાર નરમ વલણ અપનાવશે. લોકોના જીવ લેવાથી મોટો કોઈ અપરાધ નથી અને આવા અપરાધ માટે કાયદો આકરો જ હોવો જોઈએ. 