મણિપુરમાં રાહુલ ગાંધીને કેમ રોકવામાં આવ્યા અને પછી કેમ જવા દેવાયા !

0
168

રાહુલ ગાંધી  મણિપુરના બે દિવસીય પ્રવાસ પર છે. ગુરુવારે મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર 20 કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. હવે મણિપુર પોલીસે આનું કારણ જણાવ્યુ છે. રાહુલ ગાંધીએ મણિપુર પહોચ્યા તો તેમનો વિરોધ પણ થયો હતો, ત્યારે પોલીસે તેમની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરી હતી, રાહુલ ગાંધી મણિપુર પહોચ્યા ત્યારે કોગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ,

બિષ્ણુપુરના એસપી હેસનમ બલરામ સિંહે જણાવ્યું કે, “જમીની સ્થિતિને જોતા, અમે રાહુલ ગાંધીને આગળ વધતા રોક્યા હતા અને તેમને હેલિકોપ્ટર દ્વારા ચુરાચાંદપુર જવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે, જે રસ્તા પરથી રાહુલ ગાંધી પસાર થઇ રહ્યાં હતા ત્યા ગ્રેનેડ હુમલાની શક્યતા હતી. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને આગળ જવાની મંજૂરી ન આપવામાં આવી’

રાહુલ ગાંધીને રોક્યા બાદ કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે, “મણિપુરમાં પોલીસે રાહુલ ગાંધીના કાફલાને બિષ્ણુપુર પાસે રોક્યો હતો. તેઓ રાહત શિબિરોમાં પીડિત લોકોને મળવા અને સંઘર્ષગ્રસ્ત રાજ્યને રાહત આપવા માટે ત્યાં જઈ રહ્યા હતા. PM મોદીએ મણિપુર પર પોતાનું મૌન તોડ્યુ નથી, તેમણે રાજ્યને પોતાના હાલ પર છોડી દીધુ છે’

ખડગેએ આક્ષેપ કર્યો હતો કે “ડબલ એન્જિનવાળી સરકારે હવે રાહુલ ગાંધીની કરુણાપૂર્ણ પહોંચને અવરોધવા માટે નિરંકુશ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તમામ બંધારણીય અને લોકશાહી માપદંડોને તોડે છે. મણિપુરને શાંતિની જરૂર છે.”

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 29 થી 30 જૂન સુધી મણિપુરના પ્રવાસે હશે. આ દરમિયાન તેઓ ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને મળ્યા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈજિપ્તના પાંચ દિવસના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યા બાદ રવિવારે મધ્યરાત્રિએ મણિપુરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તમને જણાવી દઇએ કે આને લઇને ભાજપે સીધી રીતે રાહુલ ગાઁધી ઉપર ટિપ્પણી કરી હતી ,,જેને લઇને કોગ્રેસ આક્રમક બની હતી