ભારતે રશિયા પાસેથી લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ S-400 શા માટે ખાસ છે..? દરેક હુમલાનો જવાબ આપવા સક્ષમ છે આ સિસ્ટમ

1
158
S-400 air defense system
S-400 air defense system

S-400 Air Defense System  : ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન સરહદ પર S400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. જે હવે સંપૂર્ણ રીતે કાર્યરત છે. ભારતે આ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. હાલમાં ભારતને ત્રણ સ્ક્વોડ્રન મળ્યા છે અને બાકીની બે સ્ક્વોડ્રન એક વર્ષમાં મળી જશે. એક સ્ક્વોડ્રન પાસે આઠ પ્રક્ષેપણ છે જે આઠ ટ્રકમાં આવે છે. તે એક સાથે 32 મિસાઇલ ફાયર કરે છે અને એક સાથે 100 લક્ષ્યોને  ઓળખીને વેધી શકે છે.

600 કિ.મી. દૂરના લક્ષ્યોને શોધવાની ક્ષમતા :

માહિતી અનુસાર, તે 600 કિલોમીટરના અંતરે લક્ષ્યને શોધી કાઢે છે અને 400 કિલોમીટર સુધી પહોંચતા જ તેને નષ્ટ કરવા તે સક્ષમ છે. મતલબ કે ચીન કે પાકિસ્તાન તરફથી કોઈ હવાઈ હુમલો થશે તો તેને નિષ્ફળ બનાવશે. તેના દ્વારા ફાઈટર એરક્રાફ્ટ, મિસાઈલ અને ડ્રોન જેવા કોઈપણ હુમલાખોર હથિયારોને નષ્ટ કરી શકાય છે. આ વિશ્વની શ્રેષ્ઠ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે.

S 400 air defense 1

DRDO સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ પણ બનાવી રહ્યું છે :

DRDO એરફોર્સ અને નેવી માટે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ્સ પણ બનાવી રહ્યું છે. ભારતે 2018-19માં S-400 Air Defense System મિસાઈલની પાંચ સ્ક્વોડ્રન માટે રશિયન પક્ષ સાથે ₹35,000 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી ત્રણ દેશમાં આવી ચૂક્યા છે, પરંતુ બાકી બેની ડિલિવરી બાકી છે. આ ડિલિવરી રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે અટવાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયન અને ભારતીય અધિકારીઓ બાકીના બે મિસાઇલ સ્ક્વોડ્રન (S-400 Air Defense System) ની ડિલિવરી અંગેની ચર્ચા કરવા ટૂંક સમયમાં ફરી મળશે. રશિયન પક્ષ તરફથી ડિલિવરીની સમયરેખા વિશે બહુ સ્પષ્ટ નથી કારણ કે તેઓ યુક્રેન સાથેના સંઘર્ષમાં પણ વ્યસ્ત છે.

1 COMMENT

Comments are closed.