Home Main ગુજરાતનું GIFT  સિટી  કેમ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું પ્લેટફોર્મ બનશે- જાણો શુ છે નવી...

ગુજરાતનું GIFT  સિટી  કેમ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું પ્લેટફોર્મ બનશે- જાણો શુ છે નવી સિદ્ધી

0
543

ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને દેશની પ્રથમ ફાયનાન્શિયલ ટેક સિટી તરીકે વિખ્યાત GIFT સિટી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ચર્ચાનું પ્લેટફોર્મ બનવા જઇ રહ્યું છે. ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં ફાયનાન્સ અને સેન્ટ્રલ બેન્કના ઉપ પ્રમુખોની ત્રીજી બેઠક આયોજિત થવા જઇ રહી છે. આ બેઠકના એક ભાગ તરીકે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ એટ GIFT સિટી’ પર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં G20 દેશોના મુખ્ય પ્રતિનિધિઓ, નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરો સામેલ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

GIFT એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એ ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) સાથેનું બહુવિધ-સેવા વિશેષ આર્થિક ક્ષેત્ર છે. IFSC એ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વ માટે, એક નાણાકીય અને ટેક્નોલોજી સેવાઓના એકીકૃત કેન્દ્ર તરીકે GIFT સિટીમાં સ્થિત છે.

GIFT સિટીમાં ‘GIFT NIFTY’ના આગમનને કારણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા

ઉલ્લેખનીય છે કે આ બેઠકના થોડા દિવસ પહેલા જ ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સિંગાપોરથી ઓપરેટ થતું સિંગાપોર જોઈન્ટ એક્સચેન્જ (SGX નિફ્ટી) હવે સંપૂર્ણપણે ગિફ્ટ સિટી માં શિફ્ટ થઈ ગયું છે અને હવે તેનું સંચાલન ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)થી શરૂ થઇ ગયું છે.

SGX નિફ્ટી ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ પર આધારિત છે અને ભારત અને સિંગાપોરના મૂડી બજારોને જોડતી પ્રથમ ક્રોસ બોર્ડર (આંતરરાષ્ટ્રીય) પહેલ છે. સિંગાપોર એક્સચેન્જ (SGX) પરથી ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઓફ NSE (NSE IX)ના ટ્રાન્સફર સાથે, તેનું નામ GIFT નિફ્ટી રાખવામાં આવ્યું છે.

SGX નિફ્ટીમાં શિફ્ટ થવાની સાથે જ, અંદાજે $7.5 બિલિયનન મૂલ્યના ડિનોમિનેટેડ કોન્ટ્રાક્ટના ટ્રેડ્સ પણ હવે સીધા ગુજરાતના GIFT સિટીમાંથી હાથ ધરવામાં આવે છે. આ ટ્રેડની વિદેશી તેમજ ભારતની નાણાકીય સંસ્થાઓ અને ભારતીય અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. ગુજરાતની આ સિદ્ધિ G20 બેઠક દરમિયાન GIFT સિટીની મુલાકાત લેનારા G20 દેશોના પ્રતિનિધિઓમાં ચર્ચાનો વિષય બની રહી છે.

ગુજરાતનું GIFT સિટી અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે

ભારતને વૈશ્વિક નાણાકીય હબ તરીકે સ્થાપિત કરવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ GIFT સિટીની સ્થાપના અને વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં GIFT સિટીમાં ઘણી પ્રમુખ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. તેમાં IFSC  એરિયામાં 35 ફિનટેક એન્ટીટીઝ, 2 ઇન્ટરનેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ, 1 મલ્ટીલેટરલ બેન્ક, 1 બુલિયન એક્સ્ચેન્જ, 23 ઇન્ટરનેશનલ બેન્કિંગ કેન્દ્રો, 63 ફન્ડ મેનેજમેન્ટ, 24 એરક્રાફ્ટ લિઝીંગ અને ફાયનાન્સિંગ એન્ટીટીઝ, અને 64 આનુષંગિક સેવાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વર્તમાનમાં GIFT સિટીમાં એવરેજ દૈનિક ટ્રેડિંગ વૉલ્યૂમ US $30.6 બિલિયન અને ક્યૂમ્યુલેટિવ એસેટ સાઇઝ US $36.5 બિલિયન છે.

GIFT સિટી એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પૈકી એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર GIFT સિટીને દેશ અને વિશ્વ સમક્ષ એક એવા ફાયનાન્શિયલ વર્ક કલ્ચરવાળા કોમર્શિયલ એરિયા તરીકે તૈયાર કરી રહી છે, જે લીડિંગ ગ્લોબલ ફાયનાન્શિયલ હબ્સની સમકક્ષ છે અને તે વધુ અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરી શકે છે. ગુજરાત સરકારને આશા છે કે G20 અંતર્ગત આયોજિત થનારી બેઠકના લી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે