મણિપુરમાં, મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવાની માંગને લઈને રાજ્યમાં હિંસા ફાટી નિકળી છે,. આદિવાસી જૂથો દ્વારા મેઇતેઇ સમુદાયને એસટીમાં સમાવવાની માંગ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મણિપુરમાં હિંસા પર કાબૂ મેળવવા માટે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ગુરુવારે સવાર સુધી હિંસા કાબૂમાં આવી હતી. લગભગ 4000 ગ્રામવાસીઓને આર્મી અને આસામ રાઈફલ્સના સીઓબી અને રાજ્ય સરકારના પરિસરમાં અલગ-અલગ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. તે જ સમયે, ધરણાને કાબૂમાં રાખવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. ગ્રામજનોને હિંસાના સ્થળોથી દૂર સલામત સ્થળે મોકલવાનું કામ ચાલી રહ્યું છે.ત્યારે તોરબંગ વિસ્તારમાં આદિવાસીઓઓ અને ગૈર આદિવાસીઓઓ વચ્ચ હિસાં શરુ થઇ છે
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર ન્યૂઝ
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ