મલિકને કેન્દ્રએ નહીં પણ સીબીઆઈએ સમન પાઠવ્યું : અમિત શાહ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ પાઠવ્યું છે. જેને લઈને સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે, “પુલવામા હૂમલામાં મલિકે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે તેમને આ સમન મોકલવામાં આવ્યું છે.” હવે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, તેમને આ બધી વાતો ભાજપથી અલગ થયા પછી જ કેમ યાદ આવી?, જ્યારે તેઓ સત્તા પર બેઠા હતા ત્યારે તેમનો આત્મા કેમ ન જાગ્યો? ભાજપે એવું કંઈ કર્યું નથી, જેને છુપાવવાની જરૂર છે. સત્યપાલ મલિકને મોકલવામાં આવેલ સમન્સ કેન્દ્ર સરકાર તરફથી નહીં, પરંતુ CBI તરફથી મોકલવામાં આવ્યું છે. અગાઉ પણ સીબીઆઈ તેમને બે-ત્રણ વખત સમન્સ પાઠવી ચૂકી છે. તેઓ આવા નિવેદનો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”