આઝાદીના 75 વરસ પછી વિજય વલ્લભ સમુદાયના આચાર્ય ધર્મધરંધરસુરી મહારાજે પાકિસ્તામાં પદયાત્રા વિહાર કરવાનો નિર્ણય કર્યો હતો, તેઓએ પગપાળા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો, તેઓ લાહોર પહોચશે,તેમના સંઘમાં 22 લોકો જોડાયા છે, તમને જણાવી દઇએ કે વલ્લભસુરી મહારાજ જેઓ વડોદરામા જાની શેરીમા જન્મ્યા હતા તેઓ 1947માં પાકિસ્તાનના ગુજરાવાલામાં ચાતુર્માસ કર્યો હતો, અને દેશના ભાગલા પડ્યા હતા, ત્યારે સરદાર પટેલના મદદથી તેઓ અને તેમના સંઘના લોકો ભારત પરત આવી શક્યા હતા, ત્યાર હવે 75 વરસથી કોઇ જૈન સાધુ પાકિસ્તાનમાં પદયાત્રા વિહાર કરી રહ્યા છે,