કેનેડાના સાસંદોએ કેમ પહેરી પિન્ક કલરની મહિલા હાઇ હિલ્સ

0
68

કેનેડાની સંસદમાં કેટલાક સાંસદોની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ પુરુષ સાંસદોએ સંસદમાં પિન્ક કલરની મહિલાઓની હાઈ હિલ્સ પહેરી હતી.તેમણે આ રીતે મહિલાઓ સામે થઈ રહેલી હિંસાનો વિરોધ અને તેની સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.મહિલાઓ માટે કાર્યરત સંસ્થા દ્વારા આ માટેનુ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં કેનેડાના સાંસદોને સંસદની અંદર અને આસપાસ પિન્ક રંગની હાઈ હિલ્સ પહેરેલા જોઈ શકાય છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઉમર અલઘબરાએ આ કેમ્પેનની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, મહિલાઓ સામેની હિંસા સમાજમાં આજે પણ યથાવત છે ત્યારે તેની સામે જાગૃતિ લાવવા માટે આ પ્રકારના અભિયાન જરુરી છે. આપણે જાગૃત થવાની જરુર છે.જેથી મહિલાઓ માટે એક વધારે સારા વિશ્વનુ નિર્માણ થઈ શકે. હું આ અભિયાનમાં ભાગ લેનારા તમામ પુરુષોને ધન્યવાદ આપુ છું.