ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપ વિજય રુપાણી અને નીતિન પટેલને કેમ આપી શકે છે તક

0
72
રાજ્ય સભા ચૂંટણી
રાજ્ય સભા ચૂંટણી

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભા ની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.  24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.  ત્યારે ગુજરાતની ત્રણ સીટો માટે રાજ્ય સભાના ત્રણ સાસંદો પૈકી ભાજપ બેને બદલશે જ્યારે તેમના બદલે રાજ્યના પુર્વ સીએમ વિજય રુપાણ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવાની ગણતરી છે,

ગુજરાતના 3 સહિત 10 સાસંદોનો ટર્મ થઇ રહી છે પુર્ણ
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

28 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.

વિજય રુપાણી નીતિન પટેલ

ગુજરાતમાંથી ભાજપ એસ જયશંકરને કરી શકે છે રિપીટ
ગુજરાતની ત્રણેય બેઠકો પર કોને-કોને રિપીટ કરવામાં આવશે અને કોને પડતા મુકી દેવામાં આવશે, આ એક મોટો સવાલ છે. ત્યારે  રાજકીય વર્તુળોમાં વિદેશ મંત્રી એસ જયશંકરને ફરી રિપીટ કરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.જ આ ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહેશે, કારણ કે કોંગ્રેસ વિધાનસભામાં નબળી સ્થિતિમાં  છે, આવી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે.

Untitled design 5

બે નવા ચહેરાઓને  મળી શકે છે તક
એવી ચર્ચા છે કે, ભાજપ વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભામાં મોકલશે. અન્ય બે બેઠકો પર ફેરફાર થઈ શકે છે. રાજ્યસભાના અન્ય બે સભ્યો જેમનો કાર્યકાળ પૂર્ણ થશે તેમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનું નામ સામેલ છે. આ બંનેની જગ્યાએ પાર્ટી પુર્વ સીએમ વિજય રુપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રાજ્યસભામાં મોકલીને તક આપી શકે છે,

 કેમ નીતિન પટેલ અને વિજય રુપાણીને મળી શકે છે

ચર્ચા છે કે પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રાજ્યસભામાં મોકલી શકે છે. પાર્ટી હાઈકમાન્ડે હાલમાં જ આ બંને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. વિજય રૂપાણીને પંજાબની સાથે દિલ્હીની ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની પાંચ લોકસભા બેઠકોના ઈન્ચાર્જનું કામ સોંપવામાં આવ્યું છે