Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

0
304
Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો
Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

Wheat Stock: સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી 30 મિલિયનથી 32 મિલિયન ટન ઘઉંની ખરીદીનું લક્ષ્યાંક દરેક કિંમતે હાંસલ કરવું પડશે જેથી આગામી સિઝનમાં સ્ટોકનું સ્તર બફર સ્ટાન્ડર્ડથી ઉપર રહે. સરકારે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ભાવને નિયંત્રિત કરવા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ઘઉં અને ચોખાના સ્ટોક પર સરકાર નજીકથી નજર રાખી રહ્યું છે.

Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે
Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે

દેશનો દરેક પરિવાર બે ટંકની રોટલી ખાઈ શકે તેવી વ્યવસ્થા તમામ સંબંધિત એજન્સીએ કરવી જોઈએ, પરંતુ રોજ એક યા બીજી વસ્તુના ભાવ વધ્યાની ખબરો આવ્યા કરે છે. દૂધ, દહીં, શાકભાજીથી માંડી શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં થતી મોંઘવારી માત્ર ગરીબ અને મધ્યમવર્ગ નહીં પણ ઠરીઠામ થયેલા પરિવારોને પણ કનડી રહી છે. ત્યારે હવે વધુ એક અત્યંત જરૂરી વસ્તુનો ભાવ વધવાની શક્યતા છે.

Wheat Stock: ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે

સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ડેટા પર નજર કરીએ તો, એપ્રિલની શરૂઆતમાં ઘઉંનો સ્ટોક (Wheat Stock) કુલ 7.5 મિલિયન ટન (75 લાખ ટન) હતો, જે એક વર્ષ અગાઉ 8.35 મિલિયન ટન (83.5 લાખ ટન) કરતાં ઓછો છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘઉંનો સ્ટોક ઘટ્યો છે કારણ કે કિંમત સ્થિર રાખવા માટે 10 મિલિયન ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવા પડ્યા હતા. છેલ્લા એક દાયકામાં, 1 એપ્રિલના રોજ ઘઉંનો સ્ટોક સરેરાશ 16.7 મિલિયન ટન હતો.

Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે
Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે

ઘઉંનો લોટ છેલ્લા એક વર્ષમાં 8 % મોંઘો થયો

જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં ઘઉંનો લોટ મોંઘો થઈ શકે છે. ઘઉંનો લોટ છેલ્લા એક વર્ષમાં આઠ ટકા મોંઘો થયો છે. છેલ્લા 15 દિવસમાં કિંમતોમાં સાત ટકાનો વધારો થયો છે, જે આગામી 15 દિવસમાં વધુ સાત ટકા વધી શકે છે. સરકારી સ્ટોર્સમાં ત્રણ મહિનાનો (138 લાખ ટન) ઘઉંનો સ્ટોક (Wheat Stock) હંમેશા હોવો જોઈએ. પરંતુ આ વખતે ખરીદીની સિઝન શરૂ થાય તે પહેલા તે માત્ર 75 લાખ ટન સ્ટોક હતો. અગાઉ 2007-08માં તે 58 લાખ ટન હતો એટલે કે ઘઉંનો સ્ટોક હવે 16 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

આવશ્યક સ્ટોક અને મફત અનાજ યોજના માટે તાત્કાલિક આયાત કરવી પડશે

ભારતે છેલ્લે 17-18માં ઓસ્ટ્રેલિયા અને યુક્રેનમાંથી 15 લાખ ટન ઘઉંની આયાત કરી હતી. 2021-22માં કુલ 80 લાખ ટન, 22-23માં 55 લાખ ટન અને 2023-24માં 5 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ ની ઘઉંના સ્ટોક પર અસર

આ સ્ટોક 2023માં 84 લાખ ટન, 2022માં 180 લાખ ટન અને 2021માં 280 લાખ ટન હતો. રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી વિશ્વમાં ઘઉંનો સરકારી સ્ટોક ઘટી રહ્યો છે. સરકારે અત્યાર સુધીમાં કુલ 264 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, પરંતુ સરકારનો લક્ષ્યાંક 372 લાખ ટન છે. જેના કારણે ખરીદીનો સમય પણ 22મી જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, પરંતુ ખરીદ કેન્દ્રોમાં ન બરાબર જ ઘઉં આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં ‘મફત અનાજ યોજના’ અને BPLની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘઉંની તાત્કાલિક આયાત કરવી પડી શકે છે. ભારતે છેલ્લે 2017-18માં ઓસ્ટ્રેલિયા અને યુક્રેનમાંથી 15 લાખ ટન ઘઉંની આયાત કરી હતી. 2021-22માં કુલ 80 લાખ ટન, 22-23માં 55 લાખ ટન અને 2023-24માં પાંચ લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી.

વધતી જતી ખાદ્ય મોંઘવારી વચ્ચે લેવાયેલા પગલાં

વધતી જતી ખાદ્ય મોંઘવારી વચ્ચે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 5.10% થી ફેબ્રુઆરીમાં થોડો ઓછો થઈને 5.09% થયો હોવા છતાં, આ નરમાઈને ખાદ્ય ફુગાવાના વધારાથી તટસ્થ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં રેટ વધીને 8.7% થયો જે અગાઉના મહિનામાં 8.3% હતો.

Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે
Wheat Stock: બે ટંકની રોટલી પણ થશે મોંઘી, ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે

હુકમ લાગુ

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જણાવ્યું હતું કે તે દેશમાં ભાવને નિયંત્રિત કરવા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘઉં અને ચોખાના સ્ટોક પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ઓર્ડર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ/હોલસેલર્સ, છૂટક વિક્રેતાઓ, મોટા સાંકળના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સને લાગુ પડે છે.

તમામ સંબંધિત કાનૂની સંસ્થાઓએ ખાતરી કરવી આવશ્યક છે કે સ્ટોક નિયમિતપણે અને યોગ્ય રીતે https://evegoils.nic.in પોર્ટલ પર જાહેર કરવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંસ્થાઓ માટે ઘઉંના સ્ટોકની મર્યાદા 31 માર્ચે સમાપ્ત થઈ ગઈ છે. હવે સંસ્થાઓએ પોર્ટલ પર ઘઉંનો સ્ટોક જાહેર કરવાની હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા દેશમાં ઘઉંનો સ્ટોક 7 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. 1 માર્ચ, 2024 સુધીમાં, સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક (Wheat Stock) 97 લાખ ટન હતો જ્યારે ગયા વર્ષે 1 માર્ચે આ આંકડો 116.7 લાખ ટન હતો. 7 વર્ષ પહેલા 1 માર્ચ 2017ના રોજ સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક ઘટીને 94.20 લાખ ટન થઈ ગયો હતો. બફર નિયમો અનુસાર, 1 એપ્રિલના રોજ તે 75 લાખ ટન (Wheat Stock) હોવું જોઈએ.

સરકારે વર્ષ 2024-25માં 300 થી 320 લાખ ટન ઘઉં ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે જ સમયે, છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં, સરકાર દ્વારા લગભગ 260 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે લક્ષ્યાંક લગભગ 341 લાખ ટન હતો. (Wheat Stock)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો