WhatsApp: વોટ્સએપ પર ના કરતા આ કામ, એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો

0
137
WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો
WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો

WhatsApp Account banned: વોટ્સએપે ભારતીય એકાઉન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ 70 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. આ તમામ ભારતીય એકાઉન્ટ છે. ચાલો જાણીએ કે વોટ્સએપે આવું પગલું કેમ ભર્યું.

WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો
WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો

વોટ્સએપે કેટલાક ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંખ્યા 71 લાખ છે અને પ્રતિબંધ બાદ તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ સાથે સંબંધિત છે, જ્યારે અન્ય એકાઉન્ટ્સે WhatsAppની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે.

વોટ્સએપે તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. મેટાની મેસેજિંગ એપ વોટ્સએપે (WhatsApp) ખુલાસો કર્યો છે કે, તેણે લગભગ 71 લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આ એકાઉન્ટ્સ 1 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024 વચ્ચે બનાવવામાં આવ્યા છે.

WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો
WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો

WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ બાદ આ ભારતીય યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટ અનુસાર, વોટ્સએપે આ પગલું એવા યુઝર્સ વિરુદ્ધ ઉઠાવ્યું છે જેમણે પ્લેટફોર્મની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે અથવા મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ અને કૌભાંડના મામલા સાથે સંબંધિત છે. મેટાની મેસેજિંગ એપ વોટ્સએપે તેનો માસિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેણે કુલ 71,82,000 ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાં 1 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024 વચ્ચે લેવામાં આવ્યા છે. પ્લેટફોર્મે એકાઉન્ટને પ્રતિબંધિત કરવા પાછળનું કારણ નીતિના ઉલ્લંઘનને દર્શાવ્યું છે. આ સાથે કંપનીએ કહ્યું છે કે જો યુઝર્સ અમારી પોલિસીનું ઉલ્લંઘન કરશે તો ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે અને એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.

WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો
WhatsApp: વોટ્સએપની મોટી કાર્યવાહી; એક મહિનામાં 70 લાખ ભારતીય એકાઉન્ટ બંધ, કારણ અહીં જાણો

વોટ્સએપની આવા યુઝર્સ સામે કાર્યવાહી

વાસ્તવમાં, કંપની અદ્યતન મશીન લર્નિંગ મશીનો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ્સ પર નજર રાખે છે. આ પછી, વ્હોટ્સએપ નીતિના ઉલ્લંઘનમાં જે પણ એકાઉન્ટ્સ જોવા મળે છે તેની સામે કાર્યવાહી કરે છે. કંપની યુઝર્સની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ જેવા પગલાં લે છે.

એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આમાં કંપનીની નીતિનું ઉલ્લંઘન કરવાનો પણ સમાવેશ થાય છે, અને સ્પામ, કૌભાંડ, ખોટી માહિતી અને હાનિકારક સામગ્રી પ્રકાશિત કરનારા એકાઉન્ટ્સ સામે પણ પગલાં લેવામાં આવે છે. આ સિવાય જો કોઈ દેશના કાયદાનો ભંગ કરે છે તો તે ખાતા સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો