ગુજરાતમાં કોંગ્રેસ માટે શક્તિસિહ ગોહિલ સંજીવની ?

0
73
ગુજરાતમાં કોંગ્રેસ શક્તિસિહ ગોહિલ
ગુજરાતમાં કોંગ્રેસ શક્તિસિહ ગોહિલ

ગુજરાતમાં કોંગ્રેસ ના નવા પ્રમુખ તરીકે શક્તિસિહ હરિશચંદ્રજી ગોહિલ ની પસંદગી કરાઇ છે, તેઓ હાલ રાજ્યસભાના સાસંદ છે, અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા છે, શક્તિસિહ ગોહિલ નો જન્મ 4 એપ્રિલ 1960 ગુજરાતમાં ભાવનગર જિલ્લાના લિમડા ગામે તત્કાલિન બૃહદ મુંબઇ રાજ્યમાં થયો હતો, તેઓ સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના રાજવી પરિવારના મોટાપુત્ર છે, શક્તિ સિહ ગોહિલે ભાવનગર યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી  અને સાયન્સમાં સ્નાતક પદવી મેળવી અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમ્થી કાયદાનો અભ્યાસ કરીને પોસ્ટગ્રેજ્યુએટ થયા સાથે તેઓએ પત્રકારત્વમાં ડિપ્લોમાં પણ હાંસલ કર્યો છે,તેઓ 1991 અને 1995 દરમિયાન ગુજરાતમા સતત બે વખત નાણા, આરોગ્ય શિક્ષણ, નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં તેઓ મંત્રી તરીકે સેવા આપી છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં તેઓ 2007થી 2012 સુધી તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા, કોંગ્રેસે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાંથી પણ મોકલવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમા તેઓ નિષ્ફળ રહ્યા હતા, ત્યારે પાર્ટીનો એક જુથ માને છે કે શક્તિ સિહના આવવાથી ગુજરાતમાં કોગ્રેસને મજબુતી મળશે, સાથે જે રીતે કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો મેળવી હતી તેનાથી હાઇ કમાન્ડ સ્થાનિક નેતાગિરીથી નારાજ હતો,,અને સત્યશોધક કમિટીમાં 35 ટિકીટો વેચાઇ હતી તેવો રિપોર્ટ આવતા નેતાગિરી બદલાઇ હતી

શક્તિ સિહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ

જગદીશ ઠાકોરને હટાવીને કોંગ્રેસે ગોહિલને સોંપી કમાન

ગુજરાતમાં કોંગ્રેસ શક્તિસિહ ગોહિલ
કોંગ્રેસ શક્તિસિહ ગોહિલ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

જોણો કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ શું કરી માંગ