સેબીએ અદાણી માટે સુપ્રિમ કોર્ટમાં શુ કહ્યું !

0
160

અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીથી પહેલા સેબી દ્વારા જવાબી સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સેબી એ અદાણી-હિંડનબર્ગ મામલામાં રિજોઈંડર દાખલ કર્યુ છે,  તેમાં સેબીએ અદાણી ગ્રુપની પ્રવૃત્તિઓને લઈને ઘણા પ્રકારની ચોખવટો કરી છે. સાથે જ આ સોગંદનામામાં સેબીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે 2016થી અદાણી સમૂહની તપાસના દાવા તથ્યાત્મક રૂપે નિરાધાર છે. કોર્ટમાં અપાયેલા સોગંદનામા પ્રમાણે, અદાણી ગ્રુપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ સમયમાં સેબી દ્વારા કરવામાં આવેલી 51 કંપનીઓની તપાસનો હિસ્સો નથી. તમને જણાવી દઇએ કે સેબીએ કહ્યું છે કે હિંડેનબર્ગ રિપોર્ટમાં જે 12 શંકાસ્પદ લેવડદેવડનો ઉલ્લેખ થયો છે તે સીધો અને સરળ નથી. આ લેવડદેવડ ઘણી જટીલ છે. ઉપરાંત તેનાથી જોડાયેલી લેવડદેવડ દુનિયાના ઘણા દેશોમાં સ્થિત ફર્મ્સ સાથે જોડાયેલી છે. આ તમામ લેડવદેવડથી જોડાયેલા આંકડાઓની તપાસ અને પરિણામોની તપાસમાં ઘણો સમય થશે.

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ ચેનલ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ