ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું ?

0
77
ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું
ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું

ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું :ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલી ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજ્કીય શોકની જાહેરાત કરી હતી.જ્યારે મૃતકોના પરિવારજનોને સાહયની પણ જાહેરાત કરવામાં આવી છે.મૃતકોને  2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી  છે.ત્યારે  આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપકા જણાવ્યું હતું કે  સરકારે સંપૂર્ણ સહકાર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે  દુર્ઘટના પાછળનું કારણ તપાસવામાં આવશે. અત્યારે પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાની છે. રાજકીય પક્ષોએ આના પર રાજનીતિ ન કરવી જોઈએ. આ અકસ્માતમાં સરકારે જે પગલાં લેવાં જોઈતા હતા તે લીધા છે.આ દુર્ઘટનામાં એક સાથે ત્રણ ટ્રેન અથડાઈ હતી જેના લીધે આટલી બધી જાનહાની થઇ છે.આવી દુર્ઘટના ફરી ના થાય એનું ચોક્કસ પણે તપાસ કરીને યોગ્ય સજા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ઘાયલોની યોગ્ય મદદ તથા સારવાર મળે તેના માટે વધુ પ્રયાસ કરવામાં આવી રહયા છે.આવી જ રીતે અલગ અલગ નેતા અને અભિનેતાઓ આ દુર્ઘટમાં આગળ આવીને પોતાની પ્રતિક્રિયા અને મદદ પણ કરી રહયા છે.

બાલાસોર ટ્રેન અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન

દુર્ઘટના પાછળનું કારણ તપાસવામાં આવશેઃઅનુરાગ ઠાકુર

અત્યારે પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાનીઃઅનુરાગ ઠાકુર

રાજકીય પક્ષોએ આના પર રાજનીતિ ન કરવી જોઈએઃઅનુરાગ ઠાકુર

Train Accident 1

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો